આગ/ ચીનના શિનજિયાંગ પ્રાંતના એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગતા 10 લોકોના મોત,9 ઘાયલ

ઉત્તર-પશ્ચિમ ચીનના શિનજિયાંગ પ્રાંતમાં એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં નવ લોકો ઘાયલ થયાના સમાચાર પણ છે.

Top Stories World
7 4 11 ચીનના શિનજિયાંગ પ્રાંતના એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગતા 10 લોકોના મોત,9 ઘાયલ

ઉત્તર-પશ્ચિમ ચીનના શિનજિયાંગ પ્રાંતમાં એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં નવ લોકો ઘાયલ થયાના સમાચાર પણ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુરુવારે મોડી રાત્રે પ્રાંતીય રાજધાની ઉરુમકીના એક એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાયટરોને ત્રણ કલાકથી વધુ સમય લાગ્યો હતો. આગ બુઝાવવા અને રાહત કાર્યમાં ફાયર ફાઈટરોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

પ્રાંતીય સરકારનું કહેવું છે કે અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ખતરાથી બહાર છે. સરકારે આશા વ્યક્ત કરી છે કે આ લોકો ટૂંક સમયમાં તેમના પરિવારની વચ્ચે હશે. આગના કારણ અંગે સરકાર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વેલ્ડીંગના સ્પાર્કથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર તે સમયે આ વિસ્તારમાં આવેલી ઈન્ડસ્ટ્રીયલ ટ્રેડિંગ કંપનીમાં વેલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યાંથી નીકળેલી તણખલાથી સુતરાઉ કાપડમાં આગ લાગી અને ધીમે ધીમે તેણે વિશાળ વિસ્તાર અને એપાર્ટમેન્ટને લપેટમાં લીધું. ઉલ્લેખનીય છે કે  થોડા દિવસો પહેલા ચીનમાં એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં 38 લોકોના મોત થયા હતા. ચીનમાં થોડા દિવસોમાં આગ લાગવાની આ ત્રીજી ઘટના છે.