ગાંધીનગરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં એક સ્કૂલ વાનને અકસ્માત નડ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર મુજબ ગાંધીનગરના ચ-છ સર્કલ પાસે સ્કૂલ વાન પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 જેટલા વિદ્યાર્થીઓને ઈજા થઈ છે. આ તમામ વિદ્યાર્થીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ઘાયલ બાળકો માંથી એક બાળકની હાલત ગંભીર છે. સ્કૂલવાનને સ્ટાફ બસને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના ચ-6 સર્કલ પાસે આજે સવારના ખાનગી બસની ટક્કરથી સ્કૂલવાન પલટી જતાં 10 બાળકને નાનીમોટી ઈજાઓ થવા પામી છે, જે પૈકી એક બાળકને ગંભીર હાલતમાં અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. વ બસની ટક્કરથી સ્કૂલવાન પલટી જતાં બાળકોની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઊઠયું હતું.હાલમાં તમામ ઈજાગ્રસ્ત બાળકોની સારવાર ચાલી રહી છે. આ બાળકો સેકટર – 23 કેન્દ્રીય વિદ્યાલયનાં બાળકો છે અને બસના ડ્રાઇવરની ધરપકડ કરી લઈ પોલીસ વધુ તપાસ કરી રહી છે.