હીટવેવ/ ઉત્તર ભારતમાં ત્રણ રાજ્યોમાં ગરમીના લીધે 100ના મોત

બિહાર, યુપી, ઓડિશામાં તીવ્ર ગરમી અને હીટ વેવને કારણે લગભગ 100 લોકોએ જીવ ગુમાવ્યા. યુપી, બિહાર સહિત ઉત્તર ભારત આ દિવસોમાં ગરમીની ઝપેટમાં છે.

Top Stories India
Heatwave ઉત્તર ભારતમાં ત્રણ રાજ્યોમાં ગરમીના લીધે 100ના મોત

ગુજરાત અને રાજસ્થાન એકબાજુએ વાવાઝોડાની Heatwave સ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યારે ઉત્તર ભારત આકરી ગરમીની લપેટમાં છે. આકરા તાપથી લોકો પરેશાન છે. ગરમીના કારણે લોકો સાંજના સમયે પણ બહાર નીકળતા નથી તેવી સ્થિતિ સર્જાઈ છે. ગરમ પવનના કારણે લોકોની હાલત કફોડી બની છે. દરમિયાન, ત્રણ રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશામાં છેલ્લા ત્રણ દિવસમાં આકરી ગરમીના કારણે ડઝનેક લોકોના મોત થયા છે.
બિહાર, યુપી, ઓડિશામાં તીવ્ર ગરમી Heatwave અને હીટ વેવને કારણે લગભગ 100 લોકોએ જીવ ગુમાવ્યા. યુપી, બિહાર સહિત ઉત્તર ભારત આ દિવસોમાં ગરમીની ઝપેટમાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશમાં રવિવાર સુધીમાં ચોમાસું આવવાની ધારણા હતી, પરંતુ હવે 20 જૂન પછી આવવાની ધારણા છે.

બલિયામાં ગરમીના કારણે મોત
યુપી અને બિહાર બંને રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે. યુપીના બલિયાની Heatwave જિલ્લા હોસ્પિટલમાં 11 જૂનથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 83 લોકોના મોત થયા છે. જેમાંથી તાપમાન અને ગરમીના કારણે 54 લોકોના મોત થયા છે. બલિયાના ચીફ મેડિકલ ઓફિસર જયંત કુમારે આ રિપોર્ટ વિસ્તારના જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમારને મોકલ્યો હતો. જણાવવામાં આવ્યું હતું કે 15 જૂને 154 દર્દીઓને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 23ના મોત થયા છે. આ પછી 16 જૂને 137 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં 20 દર્દીઓના મોત થયા હતા. અને 17 જૂને 11 દર્દીઓના મોત થયા હતા.

બિહાર અને ઓડિશામાં કેટલા મૃત્યુ પામ્યા
બિહાર અને ઓડિશા Heatwave પણ આકરી ગરમીની ઝપેટમાં છે. બિહારમાં 45 લોકોના મોત થયા છે. 18મી જૂને રાજ્યમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. જ્યારે ઓડિશામાં ગરમીના કારણે 1 વ્યક્તિનું મોત થયું છે. એટલે કે ત્રણ રાજ્યોમાં ગરમીના કારણે 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચોઃ #Adipurush/ વિવાદો વચ્ચે ધરખમ કમાણીઃ આદિપુરુષનું ત્રણ જ દિવસનું 300 કરોડનું કલેકશન

આ પણ વાંચોઃ Ambalal Forecast/ ગુજરાતમાં ચોમાસુ 26 જુનથીઃ અંબાલાલની આગાહી

આ પણ વાંચોઃ Biparjoyaftereffects/ બનાસકાંઠામાં ભારે વરસાદના લીધે બેના મોત

આ પણ વાંચોઃ આગાહી/ હવામાન વિભાગે હિટવેવને લઇને આ રાજ્યો માટે કરી આ મોટી આગાહી,જાણો

આ પણ વાંચોઃ વિવાદ/ કાઠમંડુના મેયરે તમામ ભારતીય ફિલ્મો પર મૂક્યો પ્રતિબંધ,ફિલ્મમાંથી આ લાઇન દૂર કરવાની કરી માંગ