Not Set/ 108MP કેમેરા સાથે Motorola Edge+ ભારતમાં લોન્ચ, ખરીદી પર મળી શકે છે 7500 રૂપિયાનું કેશબેક

મોટોરોલા બ્રાન્ડે ભારતમાં પોતાનો નવો ફ્લેગશિપ પ્રીમિયમ સ્માર્ટફોન Motorola Edge+ લોન્ચ કર્યો છે. સૌથી ખાસ વાત એ છે કે તેમાં 108MP નો મુખ્ય રીઅર કેમેરો છે. ફ્લિપકાર્ટ અને અન્ય ઓફલાઇન સ્ટોર્સની મુલાકાત લઈને ગ્રાહકો 19 મે થી આ સ્માર્ટફોનનું પ્રી-બુકિંગ કરી શકે છે. કંપનીનું કહેવું છે કે તેનું વેચાણ 26 મે 2020 થી શરૂ થશે. […]

Tech & Auto
339656b81b1992c41f608283346164cf 108MP કેમેરા સાથે Motorola Edge+ ભારતમાં લોન્ચ, ખરીદી પર મળી શકે છે 7500 રૂપિયાનું કેશબેક

મોટોરોલા બ્રાન્ડે ભારતમાં પોતાનો નવો ફ્લેગશિપ પ્રીમિયમ સ્માર્ટફોન Motorola Edge+ લોન્ચ કર્યો છે. સૌથી ખાસ વાત એ છે કે તેમાં 108MP નો મુખ્ય રીઅર કેમેરો છે. ફ્લિપકાર્ટ અને અન્ય ઓફલાઇન સ્ટોર્સની મુલાકાત લઈને ગ્રાહકો 19 મે થી આ સ્માર્ટફોનનું પ્રી-બુકિંગ કરી શકે છે. કંપનીનું કહેવું છે કે તેનું વેચાણ 26 મે 2020 થી શરૂ થશે.

આપને જણાવી દઇએ કે, ભારતમાં તેની કિંમત 74,999 રૂપિયા છે. તેને માત્ર એક વેરિઅન્ટ 12 GB રેમ સાથે 256 GB સ્ટોરેજમાં લોન્ચ કરવામાં આવ્યો છે. મોટોરોલાનાં આ સ્માર્ટફોનને એક ઓનલાઇન-ઓનલી ઇવેન્ટમાં ફ્લિપકાર્ટ પર લોન્ચ કરવામાં આવ્યો છે. મોટોરોલાનો આ ફોન એક્સક્લૂઝિવ રૂપથી ફ્લિપકાર્ડ પર જ મળશે. Motorola Edge+ પર સારી ઓફર મળી રહી છે. ફ્લિપકાર્ટ આ ફોન પર 15 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. 108 મેગાપિક્સલ કેમેરા વાળા આ ફોનમાં લેટેસ્ટ ક્વાલકોમ પ્રોસેસર આપવામાં આવ્યું છે.

Motorola Edge+ નાં સ્પેસિફિકેશન્સ

મોટોરોલાનાં નવા સ્માર્ટફોનમાં 6.7 ઈંચની ફૂલ HD+ OLED કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવેલી છે. મોબાઇલમાં તેનો કેમેરો અને ડિસ્પ્લે બંન્ને તેને ખાસ બનાવે છે. જેનો રિફ્રેશ રેટ  90Hz  આપવામાં આવ્યો છે અને તે HDR10+ સપોર્ટની સાથે આવે છે. ડિસ્પ્લે કર્વ્ડ હોવાને કારણે ફોનની બંન્ને સાઇડમાં બેજલ્સ દેખાતા નથી. તેની સાથે જોડાયેલી વધુ એક નવી વાત તે છે કે ફોનમાં  3.5mm હેડફોન જેક પણ આપવામાં આવ્યો છે. સેલ્ફી કેમેરા માટે પંચ હોલ ટોપ-લેફ્ટ કોર્નરમાં આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં Qualcomm Snapdragon 865 પ્રોસેસર 12GB LPDDR5 રેમની સાથે આપવામાં આવ્યું છે.

Motorola Edge+ ની કિંમત અને ફીચર્સ

મોટોરોલાએ થોડા દિવસ પહેલા ગ્લોબલ માર્કેટમાં પોતાની લેટેસ્ટ ફ્લેગશિપ સિરીઝ લોન્ચ કરી હતી. આ સિરીઝના ટોપ-ઓફ-ધ-લાઇન ડિવાઇસને ભારતમાં લાવવામાં આવી છે. 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વાળા આ ફોનની કિંમત ભારતમાં 89,999 રૂપિયા રાખવામાં આવી છે, પરંતુ ફ્લિપકાર્ટ તેના પર 15 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે અને તેને માત્ર 74,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ડિવાઇસને ફ્લિપકાર્ડ પરથી સંગ્રિયા અને થંડર ગ્રે કલર ઓપ્શનમાં ખરીદી શકાશે.

ફોન પર મળી રહેલા ફ્લેટ 15,000 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ સિવાય બાકી ઓફર્સની વાત કરીએ તો ફ્લિપકાર્ડ એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 5 ટકાનું અનલિમિટેડ કેશબેક મળી રહ્યું છે. આ સિવાય આઈસીઆઈસીઆઈ બેન્ક ક્રેડિટ કાર્ડ અને ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન પર પણ 7500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ફન 12 મહિના સુધી 2564 રૂપિયા ઈએમઆઈ આપીને પણ ખરીદી શકાય છે.

વાત કરીએ કેમેરા સેટઅપની તો ડિવાઇસની રિયર પેનલ પર વર્ટિકલ સેટઅપમાં 108 મેગાપિક્સલનો  f/1.8 અપર્ચર વાળો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. આ સિવાય બીજો 16 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ અને ત્રીજો 8 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ 3x ઓપ્ટિકલ ઝૂમની સાથે આપવામાં આવ્યો છે. ફોનમાં ડેપ્થ સેન્સિંગ માટે ટાઇણ ઓફ ફ્લાઇટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિવાઇસમાં 25 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો મળે છે. તેમાં 5000mAh ની મોટી બેટરી આપવામાં આવી છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. આ રિવર્સ વાયરલેસ ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.