Not Set/ 11 જૂલાઈએ યોગી સરકાર કરશે પ્રથમ બજેટ રજૂ 

 ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાનીમાં બનેલી ભાજપ સરકાર 11 જૂલાઈના પોતાનું પ્રથમ બજેટ વિધાનસભામાં રજૂ કરશે. વિધાનસભાનું બજેટ સત્ર 11 જૂલાઈથી 28 જૂલાઈ સુધી ચાલશે અને સત્રના પહેલા દિવસે જ બજેટ રજૂ કરવામાં આવશે.અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે યોગી સરકારનું બજેટ 3.6 લાખ કરોડ રૂપિયા હશે. આ બજેટમાં […]

Uncategorized

 ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાનીમાં બનેલી ભાજપ સરકાર 11 જૂલાઈના પોતાનું પ્રથમ બજેટ વિધાનસભામાં રજૂ કરશે. વિધાનસભાનું બજેટ સત્ર 11 જૂલાઈથી 28 જૂલાઈ સુધી ચાલશે અને સત્રના પહેલા દિવસે જ બજેટ રજૂ કરવામાં આવશે.અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે યોગી સરકારનું બજેટ 3.6 લાખ કરોડ રૂપિયા હશે. આ બજેટમાં લધુ અને સીમાંત ખેડૂતોનું લોન માફિની રકમ પણ સામેલ હશે. સુત્રોની જાણકારી મુજબ દીનદયાલ ઉપાધ્યાય જન્મશતાબ્દી વર્ષમાં યોગી સરકાર તેમના નામથી ઘણી યોજનાઓ પણ શરૂ કરશે.યૂપીમાં સત્તા સંભાળ્યા પહેલા ભાજપે રાજ્યમાં ઘણી યોજનાઓ લાગૂ કરવાના વાયદાઓ કર્યા હતા, જેમાં લોન માફીનો મોટો મુદ્દો હતો. યૂપીમાં વિજળી, રોડ રસ્તા, સ્વાસ્થ જેવા ક્ષેત્રમાં પણ ઘણી સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. બજેટમાં આ પ્રકારની ઘણી યોજનાઓ માટે રકમની જાહેરાત કરવામાં આવી શકે છે.