MANTAVYA Vishesh/ રામ ભક્તોની લગભગ 500 વર્ષની લાંબી રાહનો આજે અંત : અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા

રામ ભક્તો કાગડોળે જે ક્ષણની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે ગડી આજે આવી ગઈ છે… રામ ભક્તોની 500 વર્ષની લાંબી રાહનો આજે અંત આવ્યો છે,અને અયોધ્યામાં રામ લલ્લા બિરાજમાન થઈ ગયા છે. તો આવો જોઈએ રામલલ્લાની પ્રાણ પ્રિતિષ્ઠાના દિવસની સંપુર્ણ ઝલક અમારા આ વિશેષ અહેવાલમાં

Uncategorized
રામ ભક્તોની લગભગ 500 વર્ષની લાંબી રાહનો આજે અંત : અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા

રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આજે સમગ્ર રામ મંદિરને ફુલોથી શણગારવામાં આવ્યું હતું.મંદિરના ગર્ભગૃહને કલરફુલ ફુલોથી શણગારવામાં આવ્યું હતું.રામ મંદિરના સ્તંભો અને દિવાલો પર ફુલોની કલાત્મક આકૃતિઓ બનાવવામાં આવી હતી, અને મંદિરની ભવ્યતા અને સુંદરતા જોઈ તમામ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.દેશ સહિત વિદેશોમાં પણ ભારતીયોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. દેશ વિદેશનાં તમામ મંદિરોને પણ રામ મંદિરની જેમ શણગારવામાં આવ્યા હતા. MPનાં ઓરછા રામ મંદિરમાં 5100 દીવા પ્રગટાવવામાં આવ્યા હતા તો પેરિસના એફિલ ટાવર પાસે પણ રામભક્તોની ભીડ જામી હતી..તો અમેરિકાનાં ટાઇમ્સ સ્કેવર પર રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનું જશ્ન શરૂ થયું હતું.

તો દિવસની શરુઆતથી જ અયોધ્યામાં રામ મંદિર પાસે ભક્તોનો મેળાવડો જોવા મળ્યો હતો સમારોહની શરૂઆત મંગળ ધ્વનિ સાથે થઈ હતી વિવિધ રાજ્યોથી 50થી વધારે વાદ્યયંત્ર સવારે 10 વાગ્યાથી તેમની કૃતિઓ રજુ કરવામાં આવી હતી. અને મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોચ્યા હતા સાથે જ ખ્યાનનામ અભિનેતાઓ, રાજનેતાઓ અને બિઝનેશમેન, સંતો અયોધ્યાને આંગણે પહોચ્યા હતા જેમાં અમિતાભ બચ્ચન, હેમા માલીની,માધુરી દિક્ષીત,સોનું નિગમ, રામ ચરણ, રવિન્દ્ર જાડેજા, અનિલ અંબાણી, સહિતની અનેક લોકો ઉપસ્થીત રહ્યાં હતા અભિનેતા અનુપમ ખેરે જણાવ્યું હતું કે હિંદુ ધર્મ માટે આવું વાતાવરણ મેં પહેલાં ક્યારેય જોયું નથી,આ દિવાળી કરતાં પણ મોટું છે. આ વાસ્તવિક દિવાળી છે. મર્યાદા પુરુષોત્તમ રામ ભલાઈ અને બલિદાનની ભાવનાનું પ્રતીક છે, આજે તે લાગણીઓ અહીં જોઈ શકાય છે.”

તો બાબા રામદેવ અને બાબા બાગેશ્વર પણ રામ મંદિર પહોંચ્યા હતા.. ત્યારે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે ભારત માટે ગર્વનો દિવસ છે..તો યોગ ગુરુ રામદેવે કહ્યુ, “અમે અહીંયા ત્યારે આવ્યા જ્યારે રામલલ્લા તંબુમાં હતા. આજે એક ભવ્ય મંદિર બની રહ્યું છે. આજે સનાતનનો નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે. રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સાથે, ‘રામ રાજ્ય’ની નવી શરૂઆત થઈ રહ્યું છે…”

તો સવારે 10 વાગે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ અયોધ્યા પહોંચી ગયા હતા અને તમામ રામ ભક્તોનું અભિવાદન જીલ્યું હતું.. અને 11 વાગે તેઓ મંદિર પ્રાંગણમાં હાજર રહ્યાં હતા. આ અગાઉ પણ CM યોગી અનેકવાર અયોધ્યાની મુલાકાત લઇ ચૂક્યા હતા અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓની સમીક્ષા કરી ચૂક્યા હતા..

લગભગ સાડા દસ વાગે PM મોદી અયોધ્યા ધામ એરપોર્ટ પર પહોચ્યા હતા પહોંચ્યા, અને પછી હેલિકોપ્ટરથી તેઓ રામ જન્મભૂમિ પરિસર આવ્યા. આ દરમિયાન તેમણે હેલિકોપ્ટરથી અયોધ્યા ધામનો વીડિયો પણ બનાવ્યો હતો અને શોશીયલ મીડિયા ઉપર શેર કર્યો હતો અને ત્યારબાદ સેનાના હેલિકોપ્ટરે રામ મંદિર પર ફૂલ વરસાવ્યા હતા.

PM મોદી અયોધ્યામાં આગમન પછી ધોતી-કુર્તો અને હાથમાં ચાંદીનું છત્ર સાથે શંખનાદ વચ્ચે PM મોદીએ રામ મંદિરના ગર્ભગૃહમાં કર્યો પ્રવેશ કર્યો હતો..જ્યારે તેઓ મંદિરનાં પગથિયાંની નજીક હતા ત્યારે આખો દેશનું ધ્યાન તેમની તરફ હતું. વર્ષોનાં સંઘર્ષને ન્યાય મળતી ઐતિહાસિક ઘડીએ આજે PM મોદી પણ ભાવુક થઈ ગયાં અને આંખોમાંથી આંસુ છલકી પડ્યાં હતાં..

જે ક્ષણની સમગ્ર દેશવાસીઓ કાગડોળે રાહ જોઇ રહ્યાં હતા તેનો અંત આવ્યો. 500 વર્ષની પ્રતિક્ષા બાદ આજે રામલલાની અયોધ્યા રામમંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ… રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા માટે 84 સેકેન્ડનું મુહૂર્ત હતું. શુભ મુહૂર્તનો આ સમયગાળો માત્ર 84 સેકેન્ડનો જ હતો. 12 વાગીને 29 મિનિટ 8 સેકેન્ડથી અને 12 વાગીને 30 મિનિટ 32 સેકેન્ડ સુધીના આ મુહૂર્તમાં PM મોદીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી..
રામ મંદિરમાં રામલલ્લા વિરાજમાન થતાં જ ભારતીય વાયુસેના (IAF) ના હેલિકોપ્ટર દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસરમાં ફૂલોની વર્ષા કરવામાં આવી. આ દરમિયાન સમારોહમાં આમંત્રિત મહેમાનો દ્વારા ‘જય શ્રી રામ’ ના નારા લગાવવામાં આવ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ, સંઘ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રામ મંદિરના મુખ્ય આચાર્ય સત્યેન્દ્ર આ કાર્યક્રમ દરમિયાન ગર્ભગૃહમાં હાજર રહ્યા હતા. નોંધનીય છે કે, પ્રાણ પ્રતિષ્ઠા સમયે ગર્ભગૃહનો પડદો બંધ રહ્યો હતો. રામલલાની મૂર્તિની આંખ પરથી પાટો હટાવ્યા પછી મૂર્તિને અરીસો બતાવવામાં આવ્યો હતો જેથી ભગવાન પોતે પ્રથમ તેમનો ચહેરો જોઈ શકે. ..

આ દરમિયાન પીએમ મોદીએ રામલલાને દંડવત કરી પ્રણામ કર્યા અને રામલલ્લાના મુખ્ય પૂજારી નૃત્ય ગોપાલ દાસના પગ પણ સ્પર્શ કર્યા હતા. તમને જણાવી દઈએ કે,વર્ષ 2020માં જ્યારે રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન રામને પ્રણામ કરીને તેમના આશીર્વાદ લીધા હતા.

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ દરમિયાન PM મોદીએ રામ લલ્લાની પૂજા કરી હતી. આ પછી તેમણે રામલલાને ચાંદીનું છત્ર અર્પણ કર્યું હતું અને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ PM મોદીએ સંતો પાસેથી આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન તેમને સંતો તરફથી ભેટ તરીકે એક વીંટી આપવામાં આવી હતી…PM નરેન્દ્ર મોદીએ અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ પછી 11 દિવસના ઉપવાસ તોડ્યો અને તેમને આશીર્વાદના રૂપે વીંટી અને રાજર્ષિની ઉપાધિ મળી હતી ..

રામ મંદિરમાં મંચ પર હાજર ગોવિંદદેવ ગિરીજી મહારાજે કહ્યું કે, આ માત્ર મંદિરમાં મૂર્તિનો અભિષેક નથી… વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે રામલલ્લાનું જીવન પવિત્ર થઈ શક્યું. તેમણે કહ્યું કે પીએમ મોદીએ રામ લલ્લાના જીવન માટે પોતાને સાબિત કરવા માટે સંપૂર્ણ નિયમોનું પાલન કર્યું છે,અંતે તેમણે પીએમ મોદીને રાજર્ષિનું બિરુદ પણ આપ્યું હતું…

‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને સંબોધિત કર્યા હતા. PM મોદીએ કહ્યું કે, આપણા રામલલ્લા હવે ટેન્ટમાં નહીં રહે. રામ મંદિરના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સદીઓની રાહ જોયા બાદ આજે આપણા રામ આવ્યા છે. આ ક્ષણ સૌથી પવિત્ર છે.આ વાતાવરણ, આ ઉર્જા, આ ક્ષણ આપણા બધા પર ભગવાન શ્રી રામના આશીર્વાદ છે. 22 જાન્યુઆરી 2024 નો આ સૂર્ય અદ્ભુત આભા લઈને આવ્યો છે. આજની તારીખ એ કેલેન્ડર પર લખેલી તારીખ નથી, તે નવા સમયચક્રની ઉત્પત્તિ છે.

PM મોદીએ કહ્યું કે, જ્યાં રામનું કામ થાય છે, ત્યાં હનુમાન પણ હોય છે. આ જ કારણ છે કે હું પણ હનુમાનગઢીને આદર આપું છું. તેમના સિવાય હું અન્ય દેવતાઓ અને અયોધ્યાપુરી અને સરયુને પણ પ્રણામ કરું છું. આ ક્ષણે હું દિવ્ય અનુભૂતિ કરી રહ્યો છું, જેમના મહાન આશીર્વાદથી આ કાર્ય પૂર્ણ થયું છે. કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “હું ભગવાન રામની પણ માફી માંગવા માંગુ છું… અમારા બલિદાન અને પ્રયત્નોમાં કંઈક એવી કમી હતી કે અમે આટલી સદીઓ સુધી આ કામ ન કરી શક્યા. આજે એ ઉણપ ભરાઈ ગઈ છે. કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, હું ભગવાન રામની પણ માફી માંગવા માંગુ છું… અમારા બલિદાન અને પ્રયત્નોમાં કંઈક એવી કમી હતી કે અમે આટલી સદીઓ સુધી આ કામ ન કરી શક્યા. આજે એ ઉણપ ભરાઈ ગઈ છે. મને વિશ્વાસ છે કે ભગવાન મને ચોક્કસ માફ કરશે.

PM મોદીએ દેશવાસીઓને શપથ પણ લેવડાવ્યા PM મોદીએ કહ્યું કે, હવે આપણે બધા દેશવાસીઓ આ ક્ષણથી એક મજબૂત, સક્ષમ, ભવ્ય દિવ્ય ભારતના નિર્માણ માટે શપથ લઈએ. આપણી ચેતના રામથી રાષ્ટ્ર સુધી વિસ્તરવી જોઈએ. હનુમાનજીની સેવા અને સમર્પણ એવા ગુણો છે જેને આપણે બહાર શોધવાની જરૂર નથી. દરેક ભારતીયમાં ભક્તિ, સેવા અને સમર્પણની ભાવના ભારતના વિકાસનો આધાર બનશે.PM મોદીએ કહ્યું કે મારી આદિવાસી માતા શબરીનું નામ આવતાં જ મને અપાર શ્રદ્ધાનો અનુભવ થાય છે. માતા શબરી ઘણા સમયથી કહેતી હતી કે રામ આવશે. દરેક ભારતીયમાં જન્મેલી આ શ્રદ્ધા ભવ્ય ભારતનો આધાર બનશે. આ રામ દ્વારા રાષ્ટ્ર ચેતનાનું વિસ્તરણ છે. આજે દેશમાં નિરાશા માટે કોઈ જગ્યા નથી. જો કોઈ વ્યક્તિ પોતાને સામાન્ય માને છે તો તેમણે ખિસકોલીનું યોગદાન યાદ રાખવું જોઈએ. નાના કે મોટા દરેક પ્રયત્નોની પોતાની તાકાત હોય છે.

PM મોદીએ ન્યાયતંત્રનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે હું ભારતીય ન્યાયતંત્રનો આભાર વ્યક્ત કરવા માંગુ છું જેણે ન્યાયની ગરિમા જાળવી રાખી છે. ન્યાયનો પર્યાય ભગવાન રામનું મંદિર પણ ન્યાયી રીતે બનાવવામાં આવ્યું હતું. આજે દરેક ગામમાં કીર્તન સંકીર્તન થઈ રહ્યા છે. મંદિરોમાં ઉત્સવો થઈ રહ્યા છે. આખો દેશ આજે દિવાળીની ઉજવણી કરી રહ્યો છે. આજે સાંજે દરેક ઘરમાં રામ જ્યોતિ પ્રગટાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ગઈકાલે શ્રી રામના આશીર્વાદ સાથે હું ધનુષકોડીમાં રામ સેતુના પ્રારંભિક બિંદુ અરિચલ મોનાઈ ખાતે હતો. શ્રી રામ જ્યારે સાગર પાર કરવા નીકળ્યા ત્યારે સમય ચક્ર બદલાયું તે ક્ષણ હતી. એ લાગણીને સાકાર કરવાનો મારો આ નમ્ર પ્રયાસ હતો. મારી અંદર એવી માન્યતા જાગી કે જે રીતે તે સમયે સમયચક્ર બદલાયું હતું, તેવી જ રીતે સમયચક્ર ફરી બદલાશે અને શુભ દિશામાં આગળ વધશે. મારી 11 દિવસની ઉપવાસ વિધિ દરમિયાન મેં શ્રી રામના પગ જ્યાં પડ્યા હતા તે સ્થાનોને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો.

સંબોધન બાદ PM નરેન્દ્ર મોદીએ અયોધ્યાના શ્રી રામ મંદિરમાં ઉપસ્થિત લોકોનું અભિવાદન કર્યું હતું.. અને મોદીએ કુબેટ ટીલા ખાતે ભગવાન શિવની પૂજા કરી હતી.. આપને જણાવી દઈએ કે અયોધ્યામાં કુબેર ટીલા પર એક પ્રાચીન શિવ મંદિર છે. શ્રી રામ મંદિરના નિર્માણની સાથે શ્રી રામ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પણ આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે. એવું માનવામાં આવે છે કે ધનના દેવતા કુબેર અહીં આવ્યા હતા અને ભગવાન શંકરની પૂજા માટે ટેકરા પર શિવલિંગની સ્થાપના કરી હતી. અહીં માતા પાર્વતી, ભગવાન ગણેશ અને કાર્તિકેયની મૂર્તિઓ પણ છે… બાદમાં નરેન્દ્ર મોદીએ રામ મંદિર પરિસરમાં જટાયુની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને જટાયુની મૂર્તિ પર પુષ્પવર્ષા કરી હતી… અને અયોધ્યામાં રામ મંદિર બનાવનાર ક્રૂનો ભાગ રહેલાં કામદારો પર પણ ફૂલની પાંખડીઓ વરસાવી હતી..

રામલલ્લાની ‘પ્રાણપ્રતિષ્ઠા’ સમારોહ બાદ સાધુઓએ શ્રી રામ મંદિરની મુલાકાત લીધી હતી અને અંતે પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં મહેમાનોને ભેટ સ્વરુપે પ્રસાદમ અપાયું હતું… શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મહેમાનોને અયોધ્યા પર એક પુસ્તક, દીવો, વિશેષ માળા અને રામ નામનો દુપટ્ટો આપ્યો હતો… પુસ્તકનું નામ અયોધ્યા ધામ – ધ લોર્ડ્સ એબોડ છે, જેના કવર પર રામલલ્લાની જૂની મૂર્તિની તસવીર પણ છે…આ માળા ઉત્તર પ્રદેશ પર્યટનની ટેગલાઇન સાથે કાપડની થેલીમાં છે. મહેમાનોને ચાર લાડુ, ચિપ્સ, રેવડી, કાજુ અને કિસમિસનું બોક્સ પણ આપવામાં આવ્યું હતું


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ