છત્તીસગઢનાં દાંતીવાડામાં ગર્લ્સ એજ્યુકેશન કોમ્પ્લેક્સ પાતરરાસ ખાતે 11 માં ધોરણમાં ભણતી છોકરીની ડિલિવરીનાં કેસમાં હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટ હેમલતા નાગને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નાયબ કલેકટર પ્રીતિ દુર્ગમે જણાવ્યું હતું કે, સુપ્રિટેન્ડન્ટે પૂછપરછ દરમિયાન છાત્રાલયમાં બાળજન્મની વાત છુપાવી હતી. તેણે તબિયતનું બહાનું પણ બનાવ્યું હતું. ડિલિવરી બાદથી વિદ્યાર્થી અને પરિવાર ગાયબ છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે, તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ગુરુવારે, દંતેવાડાનાં પાતરરાસની શાળાની હોસ્ટેલમાં 11 માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીએ બાળકને જન્મ આપ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવજાતનો જન્મ મૃત અવસ્થામાં થયો હતો. ડેપ્યુટી કલેકટરે કેસની પુષ્ટિ કરતા કહ્યું કે, ‘નવજાતનો જન્મ મૃત અવસ્થામાં થયો હતો. વિદ્યાર્થીએ જણાવ્યું કે, તે છેલ્લા બે વર્ષથી ગામનાં એક છોકરા સાથે સંબંધમાં છે. હોસ્ટેલનાં અધિક્ષક હેમલતા નાગને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સુત્રોનાં જણાવ્યા મુજબ, હેમલતા બે વર્ષ પહેલાં કુઆકોંડા કન્યા આશ્રમમાં હતી. નદીમાં ડૂબવાના કારણે ત્યાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. તે પછી પણ હેમલતાને સસ્પેન્ડ કરવામાં આવી હતી અને એફઆઈઆર થઈ હતી. પુનઃસ્થાપિત થતાં જ, તેણીને 500 સીટર ગર્લ્સ એજ્યુકેશન કોમ્પ્લેક્સ પાતેરરાસની જવાબદારી મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
