રાજ્યમાં મેઘરાજાની મેઘમહેર હવે દક્ષિણ Navsari rain ગુજરાતમાં પહોંચી છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ નોંધાયો હતો તેમા સૌથી વધુ નવસારી તાલુકામાં 12 ઇંચ વરસાદ પડ્યો હતો. નવસારીના જલાલપોરમાં સવા અગિયાર ઇંચ વરસાદ પડ્યો હતો. ખેરગામમાં સાડા સાત ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ગણદેવીમાં સાડા છ ઇંચ વરસાદ પડ્યો હતો. ચીખલીમાં સવા ચાર ઈંચ વરસાદ
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લામાં Navsari rain દસ ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢના મેંદરડામાં સવા સાત ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢના વિસાવદરમાં સવા 6 ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે કેશોદમાં પાંચ ઈંચ અને વંથલીમાં સવા ચાર ઈંચ વરસાદ વરસાદ પડ્યો હતો. જ્યારે ભાવનગરના ઉમરાળામાં પોણા આઠ ઇંચ વરસાદ પડ્યો હતો, ભાવનગરના મહુવામાં પોણા પાંચ ઈંચ વરસાદ વરસાદ પડ્યો હતો. દ્વારકાના ખંભાળિયામાં સાત ઇંચ વરસાદ પડયો હતો. ભાવનગરના વલ્લભીપુરમાં સાડા છ ઇંચ વરસાદ પડ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં ભરૂચના વાગરામાં Navsari rain પોણા 6 ઈંચ વરસાદ, બોટાદ તાલુકામાં સવા 5 ઈંચ વરસાદ, અમદાવાદ શહેરમાં પાંચ ઈંચ વરસાદ, અમદાવાદના સાણંદમાં સાડા ચાર ઈંચ વરસાદ, વલસાડના ધરમપુરમાં સાડા ચાર ઈંચ વરસાદ, ગાંધીનગરના દેહગામમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો.
આ ઉપરાંત વલસાડના પારડી, વાપીમાં ચાર ઈંચ વરસાદ, કપરાડા, ઉમરગામમાં પોણા ચાર ઈંચ વરસાદ, તાપીનો ડોલવણ અને વાલોડમાં પોણા ચાર ઈંચ વરસાદસ સુરતના ચોર્યાસીમાં પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો હતો.
મહુવા, દસાડા, વીરપુરમાં પોણા ચાર ઈંચ Navsari rain વરસાદ, કરજણ, ભાવનગર, બાબરા, બરવાળામાં સવા ત્રણ ઈંચ વરસાદ, લિલિયા, ગીર ગઢડા, કોટડાસાંગાણીમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, જામનગર, ઉના, કુતિયાણામાં પોણા ત્રણ ઈંચ, બોરસદ, લિંબડી, સુઈગામ, માંડવી, રાપરમાં અઢી ઈંચ વરસાદ, અમરેલી, ચૂડા, લખતર, પાલિતાણામાં અઢી ઈંચ, પલસાણા, મહુધા, જામકંડોરણા, જોટાણામાં સવા બે ઈંચ વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચોઃ Gujarat Weather/ભાવનગરમાં ધોધમાર વરસાદ, લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને હાલાકી
આ પણ વાંચોઃ વરસાદી આફત/ગુજરાતમાં ભારે વરસાદે મચાવી તબાહી. અનેક હાઈવે કરાયા બંધ: અનેક લોકોનું કરાયું સ્થળાંતર
આ પણ વાંચોઃ વરસાદી આફત/જુનાગઢમાં વરસાદી આફતે મચાવી તબાહી, જુઓ તારાજીના દ્રશ્યો
આ પણ વાંચોઃ Gujarat Monsoon 2023/અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ, શહેરના આ અંડરપાસ બંધ કરાયા
આ પણ વાંચોઃ CBSE-Regional language/લો, હવે સીબીએસઇ પણ સ્થાનિક ભાષામાં અભ્યાસ કરાવશે
