વનવિભાગ દ્વારા ચોમાસામાં જંગલ વિસ્તારમાં અને ગામતળની પડતર જમીનમાં વુક્ષારોપણ માટે સીડબોલ બનાવવામાં આવી રહ્યા છે.
પાટણ વનવિભાગ દ્વારા જિલ્લાના જંગલ વિસ્તાર અને ગામતળનાં વિસ્તારને હરિયાળું બનાવવા માટે એક નવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વનવિભાગ દ્વારા ગાયના ગોબરમાંથી સીડબોલ બનાવી તેની અંદર બીજ મૂકી 1 લાખ સીડબોલ તૈયાર કરવાનો લંક્ષ્યાક નકકી કરાયો છે. આગામી ચોમાસામાં આ સીડબોલ જિલ્લાના જંગલ વિસ્તાર અને ગામતળના વિસ્તારમાં નાખી હરિયાળું બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેને લઈ વન વિભાગ દ્વારા હાલમાં વિવિધ નર્સરીઓમાં સીડબોલ બનાવવાની કામગીરી ચાલી રહી છે.

પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી નહીવત વરસાદને લઈને પાણીની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી પાણી સમસ્યા માટે પ્રયત્નો હાથ ધરાય છે. જિલ્લાને હરીયાળુ અને પાણી જમીનમાં ઉતરે તે માટે વધુ વૃક્ષો વાવી વધુ વરસાદ લાવવાના સૂત્ર ધ્યાને રાખી વનવિભાગ દ્વારા એક આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં પાટણ જિલ્લા સમાજિક વનીકરણની ઓફિસ ,વાદી પુરા નર્સરી, હારીજ નર્સરીમાં 1 લાખ સીડબોલ બનાવવાનો ટાર્ગેટ કરાયો છે. અત્યાર સુધીમાં 10 હજાર સીડબોલ તૈયાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ડીજીટલ અને અપડેટેડ ઈન્ડિયામાં ગુજરાત રાજ્ય સરકારનું વેબપોર્ટલ જ આઉટડેટેડ
