જુનાગઢમાં આજે ૩૯મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે, જેમાં કુલ ૧૨૦૭ સ્પર્ધકો અલગ કેટેગરીમાં યોજાશે. સ્પર્ધામાં ૫૫૮ સિનિયર ભાઈઓ, ૩૬૬ જુનિયર ભાઈઓ, ૧૪૮ સિનિયર બહેનો અને ૧.૩૪ જુનિયર બહેનોનો સમાવેશ થાય છે.
આ સ્પર્ધા ગુલાબી ઠંડી વચ્ચે, વહેલી સવારે ૭ વાગ્યે ભાઈઓ માટે અને ૯ વાગ્યે બહેનો માટે ગિરનાર પર્વત પર શરૂ થશે. સ્પર્ધામાં ૧૪થી ૩૫ વર્ષ સુધીના સ્પર્ધકો ભાગ લેશે. રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, કમિશનર ડો. ઓમ પ્રકાશ, કલેકટર અનિલ રાણા અને અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો ફ્લેગ ઓફ આપીને પ્રારંભ કરાવશે.
વિશ્વસનીયતા અને સુરક્ષાની દ્રષ્ટિએ, સ્પર્ધકોના ટીશર્ટ પર આધુનિક ચીપ લગાવાશે, જેથી તેમના ગતિવિધિ પર નજર રાખી શકાય. વિશ્વસનીય સેવાઓ માટે ગિરનાર વિસ્તારમાં આરોગ્ય વિભાગ, બ્લડ બેન્ક, અને સિવિલ હોસ્પિટલની ટીમ પણ ખડે પગે રહેશે. આ સંજોગોમાં, હાર્ટ એટેકના વધતા બનાવોને ધ્યાને લઇને, તંત્ર દ્વારા તમામ સ્પર્ધકોને અને કાર્યકરોને સીપીઆર (કાર્ડિયોપલમોનરી રેસ્યુસિટેશન) તાલીમ આપવામાં આવી છે.
સવાર ૧૨ વાગ્યાથી રવિવાર બપોરે ૧૨ વાગ્યા સુધી ગિરનાર ચડવા અને ઉતરવા પર પ્રતિબંધ લાગૂ કરાયો છે, જેથી સ્પર્ધકોએ આ સમય દરમિયાન કોઈ અવરોધ ના આવે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આની સાથે સ્પર્ધાને વધુ સારી રીતે યોજવા માટે ૧૨ સીસીટીવી કેમેરા, વાઈફાઈ અને ટેકનોલોજીની મદદ લેવામાં આવી છે, અને તેની ગતિ વિધિ પર નજર રાખી શકશે.
સ્પર્ધાના અંતે, ભવનાથ તળેટી ખાતે મંગલનાથ બાપુના આશ્રમમાં વિજેતાઓને રોકડ પુરસ્કાર, શીલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવશે. પ્રથમ ક્રમાંકે 50 હજાર, બીજા ક્રમના વિજેતાઓને 40 હજાર, ત્રીજા ક્રમે 20 હજાર અને 6 થી 10 ક્રમના વિજેતાઓને 10 હજાર રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવશે. કુલ મળીને સ્પર્ધકોને 10 લાખની રોકડ રકમ અપાશે.
આ પણ વાંચો: ગિરનારની ગાદીનો વિવાદ : ભાજપ સહિતનાં અનેકને કરોડો રૂપિયા વેર્યાનાં સ્ફોટક લેટર બોંબની તપાસ શરૂ
આ પણ વાંચો: ગિરનાર અંબાજી મંદિરનાં ગાદીનો વિવાદ : મહંત હરિગીરી બાપુની પ્રતિક્રિયા
આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમા કરતા પહેલાં આ બાબતો જાણી લો
