Gandhinagar News/ વિવિધ પોલીસ રેન્જની 16 ટીમોના 122 ખેલાડીઓ DGP કપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં લીધો ભાગ, પોલીસ વડા દ્વારા વિજેતાઓને મેડલ એનાયત

પોલીસ અકાદમી-કરાઈ ખાતે “ડી.જી.પી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ-2024″નું શાનદાર સમાપન, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું, વર્ષ-2036ની ઓલમ્પિકમાં એથ્લેટિક સ્પર્ધાઓ પોલીસ અકાદમી કરાઈની ભૂમિ પર થાય તેવી તૈયારીઓ થઈ રહી છે.

Gujarat Gandhinagar
Yogesh Work 2025 03 24T202751.461 વિવિધ પોલીસ રેન્જની 16 ટીમોના 122 ખેલાડીઓ DGP કપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં લીધો ભાગ, પોલીસ વડા દ્વારા વિજેતાઓને મેડલ એનાયત

Gandhinagar News : ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે તા.21મી માર્ચે “ડી.જી.પી. કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ-2024”નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આજે તા.24મી માર્ચે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આ ટુર્નામેન્ટનો સમાપન સમારોહ યોજાયો હતો. ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેડલ જીતનાર વિજેતા ખેલાડીઓને રાજ્યના પોલીસ વડાના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની વિવિધ પોલીસ રેન્જની 16 ટીમોના 122 ખેલાડીઓએ ડીજીપી (DGP) કપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં 79 પુરુષ અને 43 મહિલા ખેલાડીઓના સમાવેશ થાય છે. વિજેતા ખેલાડીઓને રાજ્યના પોલીસ વડાએ મેડલ એનાયત કર્યા હતા. આ પ્રસંગે ગુજરાત પોલીસ અકાદમી-કરાઈના આચાર્ય અભય ચુડાસમા, પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, પોલીસ કર્મીઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

Yogesh Work 2025 03 24T202513.282 વિવિધ પોલીસ રેન્જની 16 ટીમોના 122 ખેલાડીઓ DGP કપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં લીધો ભાગ, પોલીસ વડા દ્વારા વિજેતાઓને મેડલ એનાયત

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું હતું કે, દિવસ-રાત વિવિધ પરિસ્થિતિઓ વચ્ચે પણ પોતાની ફરજ બજાવતા પોલીસ કર્મીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને ગુજરાત પોલીસે તેમને રમત-ગમત સાથે જોડવાનું શુભ કાર્ય કર્યું છે. દર વર્ષે વિવિધ રમતોમાં ગુજરાત પોલીસ દ્વારા ડીજીપી (DGP) કપ પ્રતિયોગિતાનું આયોજન થતું હોય છે. પ્રોફેશનલ પોલિસીંગની કામગીરી વધુ અસરકારક અને પરિણામલક્ષી બને તે માટે રાજ્ય પોલીસના અલગ અલગ એકમો તેમજ અધિકારી કર્મચારીઓ વચ્ચે એકતા – સંકલનની ભાવના આવશ્ય અને અનિવાર્ય છે. તેના માટે રમત ગમત ખૂબ પ્રભાવી માધ્યમ છે.

Yogesh Work 2025 03 24T202539.237 વિવિધ પોલીસ રેન્જની 16 ટીમોના 122 ખેલાડીઓ DGP કપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં લીધો ભાગ, પોલીસ વડા દ્વારા વિજેતાઓને મેડલ એનાયત

તેને ઉમેર્યું હતું કે, સમગ્ર દેશમાં રમતગમત ક્ષેત્રે ગુજરાત રાજ્ય પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની રમત ગમત સ્પર્ધાઓનું આયોજન આજે ગુજરાતમાં થઈ રહ્યું છે. તે માટે જરૂરી એવું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગરમાં ઊભું થઈ રહ્યું છે. વર્ષ 2036ની ઓલમ્પિકની યજમાનીમાં ગુજરાત પોલીસ અકાદમી કરાઈ પણ ખૂબ મોટું યોગદાન આપશે. એથ્લેટિક સ્પર્ધાઓ કરાઈની ભૂમિ પર થાય તેવી તૈયારીઓ થઈ રહી છે અને તે માટે આ વર્ષના બજેટમાં વિશેષ અનુદાન પણ રાજ્ય સરકાર દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ સ્પર્ધાનો પ્રારંભ, દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ દળ તેમજ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ

આ પણ વાંચો: “ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી 2025-30”ની જાહેરાતના એક જ મહિનામાં પ્રથમ ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર કાર્યરત થયું”: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો: ED ની ક્રેડિટબુલ્સ ઇન્વેસ્ટમેન્ટ્સ તપાસનો મામલો અમદાવાદ પહોંચ્યો, ધવલ સોલાની અને તેના પરિવારની કરોડોની સ્થાવર જંગમ મિલકત જપ્ત