ગુજરાત/ સુરતની સિવિલ-સ્મીમેર હોસ્પટલમાં 1,322 દર્દીઓ ગંભીર, 13 વેન્ટિલેટર અને 703 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર

રાજ્યમાં સ્થિતિ દિવસેને દિવસે કફોડી થઇ રહી છે. રાજ્યમાં રોજ કોરોનાનાં કેસનો આંકડો પોતાના જ રેકોર્ડ તોડી રહ્યો છે.

Gujarat Surat
Mantavya 7 સુરતની સિવિલ-સ્મીમેર હોસ્પટલમાં 1,322 દર્દીઓ ગંભીર, 13 વેન્ટિલેટર અને 703 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર
  • સુરત શહેરમાં કોરોનાનો આતંક યથાવત,
  • કોરોનાના આતંક વચ્ચે ગંભીર દર્દી વધ્યા,
  • સિવિલ અને સ્મીમેરમાં 1322 દર્દી ગંભીર,
  • સિવિલમાં 1030 પૈકી 979 દર્દી ગંભીર,
  • 13 વેન્ટિલેટર અને 703 દર્દી ઓક્સિજન સપોર્ટ પર,
  • સ્મીમેરમાં 358 પૈકી 343 દર્દીઓ ગંભીર,
  • 12 વેન્ટિલેટર અને 211 દર્દી ઓક્સિજન સપોર્ટ પર

રાજ્યમાં સ્થિતિ દિવસેને દિવસે કફોડી થઇ રહી છે. રાજ્યમાં રોજ કોરોનાનાં કેસનો આંકડો પોતાના જ રેકોર્ડ તોડી રહ્યો છે. જો સુરત શહેરની વાત કરીએ તો અહી પણ કોરોનાએ પોતાનો આંતક યથાવત રાખ્યો છે. કોરોનાએ શહેરમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

123 5 સુરતની સિવિલ-સ્મીમેર હોસ્પટલમાં 1,322 દર્દીઓ ગંભીર, 13 વેન્ટિલેટર અને 703 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર

શહેરમાં કોરોનાનાં આતંક વચ્ચે હવે આ બિમારીથી ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. શહેરની સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરામાં 1,322 દર્દીઓ ગંભીર હાલતમાં છે. સિવિલમાં 1,030 પૈકી 979 દર્દીઓ ગંભીર છે, 13 વેન્ટિલેટર પર છે, જ્યારે 703 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે. જ્યારે સ્મીમરમાં 358 પૈકી 343 દર્દીઓ ગંભીર હાલતમાં છે. વળી 12 વેન્ટિલેટર પર જ્યારે 211 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે. સ્થિતિનો અંદાજો તમે એ વાત પરથી પણ લગાવી શકો છો કે હવે કોરોના વોર્યર્સ પણ મોટી સંખ્યામાં આ વાયરસની ઝપટમા આવી રહ્યા છે. હાલમાં જ સુરત સિવિલનાં 4 ડોક્ટર સંક્રમિત થયા છે. આ સાથે, સ્મીમેર હોસ્પિટલનાં એક ડોક્ટર પણ પોઝિટિવ આવ્યા છે. વધુમાં, 3 ખાનગી હોસ્પિટલનાં ડોક્ટર કોરોનાની ઝપટમાં આવ્યા છે. મનપાનાં શિક્ષક સહિત 3 કર્મચારીઓ, 2 પોલીસ જવાનો, 49 વિદ્યાર્થીઓ, બેંકનાં 3 કર્મચારીઓ, ખાનગી શાળાનાં 6 શિક્ષકો, કલેક્ટર કચેરીનાં સફાઈ કામદારો, જીએસટી વિભાગનો સ્ટાફ આ સાથે વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા વિવિધ ધંધાદારીઓ પોઝિટિવ આવી રહ્યા છે. ઉપરાંત કલેકટર કચેરીનાં સફાઈ કામદાર, જીએસટી વિભાગનો સ્ટાફ, હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ સાથે સંકળાયેલા 18 લોકો સંક્રમિત થયા છે.

RMC: રાજકોટમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ કુલ 22 ચા-પાનની દુકાનો અને હોટેલો 7 દિવસ માટે સીલ

123 7 સુરતની સિવિલ-સ્મીમેર હોસ્પટલમાં 1,322 દર્દીઓ ગંભીર, 13 વેન્ટિલેટર અને 703 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર

પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન શરૂ કરાયુ

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન પણ શરુ કરવામાં આવ્યું છે. સુરતમાં પોલીસ દ્વારા પીસીઆર વાન પર કફનથી નાનું માસ્ક પહેરી લો જેવા બેનરો સાથે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ વધ્યું છે અને હવે આલમ એ છે કે સુરતમાં મૃત્યુદરમાં પણ વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ સુરતમાં તંત્ર પણ દોડતું થયું છે, ત્યારે લોકો હજુ પણ બેદરકારી દાખવી રહ્યા છે. કેટલાક લોકો માસ્ક વગર અને ટોળે વળી બેદરકારી દાખવી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની સાથે જન જાગૃતિ અભિયાન પણ શરુ કરવામાં આવ્યું છે.

કોરોનાનો આતંક: ગુજરાતની 26 શૈક્ષણિક સંસ્થાઓમાં RTPCR ટેસ્ટની સુવિધા શરૂ કરાશે

123 6 સુરતની સિવિલ-સ્મીમેર હોસ્પટલમાં 1,322 દર્દીઓ ગંભીર, 13 વેન્ટિલેટર અને 703 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર

સુરતમાં પાંડેસરા પોલીસ દ્વરા પીસીઆર વાન પર એક બેનર લગાડવામાં આવ્યું છે, જેમાં કફનથી નાનું છે માસ્ક પહેરી લો જેવું લખાણ લખાયું છે. આ પીસીઆર વાન સમગ્ર વિસ્તારમાં ફરે છે અને માસ્ક વગર ફરતા અને ટોળે વળી રહેલા લોકોને જાગૃત કરે છે. પોલીસનાં આ અનોખા પ્રયાસને લોકો પણ બિરદાવી રહ્યા છે. સાથે જ પોલીસ દ્વારા લોકોને તકેદારી રાખવા સતત અપીલ પણ કરવામાં આવી રહી છે.

nitish kumar 10 સુરતની સિવિલ-સ્મીમેર હોસ્પટલમાં 1,322 દર્દીઓ ગંભીર, 13 વેન્ટિલેટર અને 703 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર