ભાવનગર/ ભંડારિયા ગામે વીજળી કહેર બની તૂટી પડતા 15 ઘેટાં બકરાના મોત

અચાનક વીજળીના કડાકા ભડાકા થવાના શરૂ થયા અને  અચાનક જ આકાશમાંથી વીજળી પડતા 15 જેટલા અબોલ બકરાના મોત નિપજ્યાં હતા.

Gujarat Others
અજકોટ 2 ભંડારિયા ગામે વીજળી કહેર બની તૂટી પડતા 15 ઘેટાં બકરાના મોત
  • ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ભંડારિયા ગામે વીજળી પડી
  • ડુંગર વિસ્તારમાં વીજળી પડતા 15 ઘેટાં બકરના મોત
  • ગોવાળ બકરા ચરાવતો હતો તે દરમિયાન બની ઘટના
  • વીજળી પડતા ભંડારીયા ગામના માલધારીના 15 ઘેટાં બકરના મોત નીપજ્યા

ભાવનગર જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, ગતરોજ વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે જંગલ વિસ્તારમાં ઘેટાં બકરા ચરાવવા ગયેલા યુવક પોતાના બકરા સાથે જંગલમાં ગયો હતો. અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અને અચાનક વીજળી પડતાં અનેક બકારના મોત થયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાનાં ભંડારિયા ગામે યુવક ઘેટાં બકરા લઈ જંગલમાં ચરાવવા માટે ગયો હતો. જંગલના ડુંગરા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો.  અને વરસાદી વાતાવરણમાં યુવક પોતાના બકરા ચરવી રહ્યો હતો. અને વરસાદની બચવા  માટે વૃક્ષ નીચે પોતાના બકરા સાથે  ઊભો હતો.

ત્યારે અચાનક વીજળીના કડાકા ભડાકા થવાના શરૂ થયા અને  અચાનક જ આકાશમાંથી વીજળી પડતા 15 જેટલા અબોલ ઘેટાં બકરા ના મોત નિપજ્યાં હતા. જો કે સદનસીબે યુવકનો બચાવ થયો હતો. ઘાટની જાણ થતાં ગામના સરપંચ તત્કાલીક ઘટના સ્થળ પર જઈ અને સરકારી કાર્યવાહી કરાવી હતી. તો એકસાથે 15 જેટલા બકારના મોત ને લઈ પરિવારમાં પણ ગમગીની છ્વઈ ગઈ છે. માલધારી કુટુંબની આવકનું સાધન એવા બકરાના મોતથી જીવદયા પ્રેમીઓમાં પણ ઘેરા શોકની લાગણી ફરી વળી છે.

રાજકોટ /  છેડતી કરાતા યુવતી રણચંડી બની કરી યુવકની ધોલાઈ