Not Set/ ખુદ દાદીના હાથે વેચાયેલી 15 વર્ષની માસુમ પર અનેક વાર રેપ થતો રહ્યો

ફરીદાબાદ દેશમાં મોદી સરકાર ભલે બેટી બચાવોનું અભિયાન ચલાવી રહી હોય પરંતું સચ્ચાઇ એટલી કડવી છે કે બેટીઓ… બચાવો બચાવો…ની બુમ પાડતી સાંભળવા મળે છે.ફરીદાબાદમાં 15 વર્ષની એક પીડીતાએ પોતાની પર વીતેલી વ્યથા વર્ણવી જે સાંભળીએ તો કાન બહેર મારી જાય.15 વર્ષની આ માસુમ પહેલાં 15 હજાર રૂપિયામાં વેચાઇ અને પછી તેની પર સતત રેપ […]

India
faridabad ખુદ દાદીના હાથે વેચાયેલી 15 વર્ષની માસુમ પર અનેક વાર રેપ થતો રહ્યો

ફરીદાબાદ

દેશમાં મોદી સરકાર ભલે બેટી બચાવોનું અભિયાન ચલાવી રહી હોય પરંતું સચ્ચાઇ એટલી કડવી છે કે બેટીઓ… બચાવો બચાવો…ની બુમ પાડતી સાંભળવા મળે છે.ફરીદાબાદમાં 15 વર્ષની એક પીડીતાએ પોતાની પર વીતેલી વ્યથા વર્ણવી જે સાંભળીએ તો કાન બહેર મારી જાય.15 વર્ષની આ માસુમ પહેલાં 15 હજાર રૂપિયામાં વેચાઇ અને પછી તેની પર સતત રેપ થતો રહ્યો.ફરીદાબાદની ચાઇલ્ડલાઇનની મદદથી છુટેલી આ પીડીતાએ પોતાની આપવીતી મીડીયાને સંભળાવી હતી.

જુના ફરીદાબાદમાં બીકે હોસ્પીટલમાં દાખલ પીડિતાએ કહ્યું કે એક રોડ એક્સિડન્ટમાં તેણે પોતાના માતાપિતા ગુમાવ્યા હતા.માતાપિતાને ગુમાવ્યા બાદ તેને ૫ હજાર રૂપિયામાં ખરીદવામાં આવી અને ઝારખંડ થી દિલ્હી લઇ જવાઈ.

રડતી આંખોએ પીડિતાએ કહ્યું કે માતા-પિતાના મોત બાદ મારી અને મારા ભાઈની સંભાળ રાખવાવાળું કોઈ નહોતું એટલે મારા દાદી અમારા સાથે રહેવા માટે આવી ગયા પરંતુ તે પણ અમારી સાથે સરખો વ્યવહાર નહોતા કરતા.દુખ તો એ વાતનું છે કે મને મારી દાદીએ જ વેચી મારી હતી.

પીડિતા કહે છે કે મને શરૂઆતમાં લાગ્યું કે દિલ્હીમાં મારી જિંદગી સારી રીતે વીતશે પણ અહિયાં પગ મુકતા જ  જિંદગી નર્ક થઇ ગઈ.મને ખરીદનારો સુરેન્દ્ર મને મારતો હતો અને વારંવાર તેની સાથે બળાત્કાર કરતો.થોડા સમય પછી મને વેચવાથી સારા પૈસા મળે તે માટે માણસ શોધતો હતો.સુરેન્દ્રએ મને મિશ્રા નામના માણસને વેચી દીધી હતી અને હું ફરીદાબાદ આવી ગઇ.

પીડિતાએ કહ્યું કે જેવો મેં મિશ્રાના ઘરે પગ મુક્યો તેવું તેણે મારા જોડેથી દિલ્હીમાં કમાયેલા ૩૦,૦૦૦ રૂપિયા લઇ લીધા અને મારી સાથે બળાત્કાર કર્યો.જોવાની વાત એ છે કે  મિશ્રાએ જયારે મારા સાથે રસોડામાં બળાત્કાર કર્યો ત્યારે તેની પત્ની અને તેનો છોકરો બહાર ઉભા હતા.મારા જોડે આ ઘટના રોજ બનતી ગઈ.જો હું બુમ પડતી તો તે મને રસોડામાં પડેલુ લાલ ચપ્પુની બીક બતાવતો.અને મે જયારે ભાગવાનો પ્રયત્ન કર્યો તો તેણે મારા પગ બાંધી દીધા અને સિગરેટ ચાંપીને તેના  નિશાન પાડી દીધા હતા.

પોતાની સાથે બનેલી તમામ ઘટના વિષે તેને કહ્યું કે હું ઘણા દિવસ સુધી રસોડામાં જ રહેતી.આખરે રવિવાર ના દિવસે મને ત્યાંથી ભાગવાનો મોકો મળ્યો.

પીડીતા મિશ્રાની ચૂંગાલમાંથી ભાગી છુટી હતી અને રસ્તા પર આવી ગઇ હતી.રસ્તામાં બે યુવકોએ તેને પોલિસ પાસે પહોંચાડી હતી.સામાજીક સંસ્થા ચાઇલ્ડલાઇનની મદદથી પીડીતા હાલ ફરીદાબાદની હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે.