Not Set/ એકવાર ફરી ધરતી ધ્રૂજી ઉઠી, દેશનાં આ વિસ્તારમાં અનુભવાયા ભૂંકપનાં ઝટકા

વર્ષ 2020 સમગ્ર માનવજાત માટે એક મોટો પડકાર લઇને આવ્યું છે. આજે એક એવો સમય છે જ્યારે લોકો ઘણી બધી મુસિબતોથી ઘેરાયેલા દેખાઇ રહ્યા છે. અહી વાત કોરોના વાયરસની સાથે અન્ય આવી રહેલી કુદરતી આપદાની થઇ રહી છે. જી હા કોરોના વાયરસ રોગચાળાનાં ભય વચ્ચે, ભૂકંપ અને તોફાનોએ દેશની જનતા સામે એક મોટો પડકાર ઉભો […]

India
0245aa94f71ff76da22f3dab3bf02252 2 એકવાર ફરી ધરતી ધ્રૂજી ઉઠી, દેશનાં આ વિસ્તારમાં અનુભવાયા ભૂંકપનાં ઝટકા
0245aa94f71ff76da22f3dab3bf02252 2 એકવાર ફરી ધરતી ધ્રૂજી ઉઠી, દેશનાં આ વિસ્તારમાં અનુભવાયા ભૂંકપનાં ઝટકા

વર્ષ 2020 સમગ્ર માનવજાત માટે એક મોટો પડકાર લઇને આવ્યું છે. આજે એક એવો સમય છે જ્યારે લોકો ઘણી બધી મુસિબતોથી ઘેરાયેલા દેખાઇ રહ્યા છે. અહી વાત કોરોના વાયરસની સાથે અન્ય આવી રહેલી કુદરતી આપદાની થઇ રહી છે. જી હા કોરોના વાયરસ રોગચાળાનાં ભય વચ્ચે, ભૂકંપ અને તોફાનોએ દેશની જનતા સામે એક મોટો પડકાર ઉભો કરી દીધો છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા બે મહિનાથી દેશમાં અલગ-અલગ વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા થઇ રહ્યા છે. દિલ્હી, હરિયાણા, નોઈડા, ઉત્તરાખંડ સહિત દેશનાં જુદા જુદા ખૂણામાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. ગઈકાલે દિલ્હીમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા, અને આજે અંડમાન અને નિકોબારમાં ધરતી ધ્રુજવા માંડી છે.

બંગાળની ખાડીમાં અંડમાન અને નિકોબાર ભારતીય ટાપુઓમાં મંગળવારે મોડી રાત્રે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, દિગલીપુરથી ઉત્તર-પશ્ચિમમાં 110 કિમી દૂર ભૂકંપ આવ્યો હતો. વળી ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 50 કિમી નીચે નોંધાયું છે. આ ધરતીકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. સિસ્મોલોજી અનુસાર, આંચકા મોડી રાત્રે 2.17 વાગ્યે આવ્યા હતા. આપને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી જેશષનાં જુદા જુદા ભાગોમાં વારંવાર ભૂકંપ આવી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, છેલ્લા 60 દિવસમાં દિલ્હી-એનસીઆરમાં 14 વખત ભૂકંપનાં ઝટકા અનુભવાયા છે. સોમવારે પણ ભૂંકપ આવ્યો હતો જેની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 2.1 ની માપવામાં આવી, જણાવી દઈએ કે 29 મે, 2020 નાં રોજ સૌથી વધુ 4.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પુનરાવર્તિત ભૂકંપ વિશે નિષ્ણાંતો પણ હવે ચેતવણી આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.