Why Jeans Have That Tiny Front Pocket? આજના આધુનિક યુગમાં જીન્સ લગભગ દરેક વ્યક્તિના કબાટનો એક અનિવાર્ય હિસ્સો બની ગઈ છે. પરંતુ શું તમે ક્યારેય જીન્સની આગળની જમણી તરફ આપેલી એ અજીબ અને નાનકડી પોકેટ પર ધ્યાન આપ્યું છે? આ પોકેટ એટલી નાની હોય છે કે તેમાં તમારો મોંઘોદાટ સ્માર્ટફોન કે મોટું પાકીટ તો સમાઈ જ ન શકે, આખી આંગળીઓ પણ સરખી અંદર નથી જતી.
ત્યારે મનમાં સવાલ થાય કે આવી બિનઉપયોગી ડિઝાઇન કંપનીઓ આજે પણ કેમ બનાવે છે? જો તમને આ માત્ર એક ફેશન વેસ્ટ લાગતી હોય, તો તમને જણાવી દઈએ કે આ નાનકડા ખિસ્સા પાછળ આશરે 150 વર્ષ જૂનો એક એવો રસપ્રદ ઇતિહાસ છુપાયેલો છે, જે જાણીને તમે પણ દંગ રહી જશો.
આ નાનકડી પોકેટને શું કહેવાય છે અને કેમ બનાવાઈ હતી?
જીન્સની (Jeans) આ સૌથી નાના ખિસ્સાને ટેકનિકલ અને ફેશન ઇન્ડસ્ટ્રીની ભાષામાં ‘વોચ પોકેટ’ (Watch Pocket) કહેવામાં આવે છે.
વર્ષ 1870 કે 1880 ના દાયકામાં જ્યારે પ્રખ્યાત કંપની લીવાઈસ (Levi’s) દ્વારા ઓફિશિયલી જીન્સ બનાવવાની શરૂઆત થઈ, ત્યારે કાઉબોય, ફેક્ટરીના મજૂરો અને રેલવે કર્મચારીઓ મુખ્ય ગ્રાહકો હતા.
એ જમાનામાં લોકો અત્યારની જેમ કાંડા ઘડિયાળ (Wrist Watch) નહોતા પહેરતા, પણ સાંકળવાળી ખિસ્સા ઘડિયાળ એટલે કે ‘પોકેટ વોચ’ રાખતા હતા. આ કિંમતી ઘડિયાળો કામ કરતી વખતે ક્યાંય પડી ન જાય, તૂટી ન જાય કે તેના પર સ્ક્રૅચ ન પડે તેવા આશયથી તેને ખાસ સુરક્ષિત ફિટ રાખવા માટે જીન્સમાં આ નાના ખિસ્સાની ડિઝાઈન કરાઈ હતી.
સમય બદલાતા ખિસ્સા ઘડિયાળનો જમાનો જતો રહ્યો અને કાંડા ઘડિયાળ આવી ગઈ, પરંતુ આ ખિસ્સું જીન્સના(Jeans) ક્લાસિક લુકના પ્રતીક તરીકે એમ જ રહી ગઈ. આજે લોકો પોતાની જરૂરિયાત મુજબ આ નાના ખિસ્સામાં સિક્કા (કોઇન), વીંટી, ઇયરબડ્સ, પેનડ્રાઇવ, લાઇટર કે નાની ચાવીઓ રાખવા માટે તેનો સ્માર્ટ ઉપયોગ કરે છે.
Jeans માં કેટલા પ્રકારના ખિસ્સા હોય છે?
જીન્સ (Jeans)માત્ર રફ એન્ડ ટફ સ્ટાઇલ માટે જ નહીં પણ યુઝર્સની સુવિધા માટે પણ જાણીતી છે. જીન્સમાં મોટેભાગે નીચે મુજબના અલગ-અલગ પ્રકારના ખિસ્સા આપવામાં આવે છે:
ફ્રન્ટ પોકેટ (Front Pocket): જીન્સની (Jeans ) આગળની તરફના બે મોટા ખિસ્સા, જેમાં તમે મોબાઇલ કે પાકીટ રાખી શકો છો. તેને ફેશનની ભાષામાં ‘ક્રોસ પોકેટ’ પણ કહેવાય છે.
બેક પોકેટ (Back Pocket): જીન્સની પાછળની તરફ બનેલા બે મોટા ખિસ્સા, જે સ્ટાઇલ અને સામાન રાખવા બંને માટે અનિવાર્ય છે.
કોઇન પોકેટ (Coin Pocket): આગળની મુખ્ય જમણી જેબની અંદર બનેલી આ નાની જગ્યા, જે હાલના સમયમાં સિક્કા રાખવાના કામમાં આવે છે.
કાર્ગો પોકેટ (Cargo Pocket): કેટલીક ખાસ ટ્રેન્ડી કે સ્ટાઇલિશ જીન્સમાં સાઇડમાં મોટા-મોટા લટકતા ખિસ્સા હોય છે, જેને કાર્ગો પોકેટ કહે છે.
ફ્લેપ પોકેટ (Flap Pocket): જે ખિસ્સાની ઉપર કાપડનું ખાસ ઢાંકણ (ફ્લેપ) અને બટન લાગેલું હોય છે, જેથી અંદર રાખેલો સામાન વધુ સેફ રહે છે.
ઝિપ પોકેટ (Zip Pocket): ચેઇનવાળું ખાસ ખિસ્સું, જેમાં કિંમતી સામાન કે કાર્ડ્સ સુરક્ષિત રીતે રાખી શકાય છે.
પેચ પોકેટ (Patch Pocket): આ ખિસ્સું જીન્સના કાપડની ઉપરથી અલગથી મજબૂત સિલાઈ કરીને લગાડવામાં આવે છે, મોટેભાગે બેક પોકેટ આ જ ડિઝાઇનની હોય છે.
સ્લાન્ટ પોકેટ (Slant Pocket): ત્રાંસા કટવાળી આધુનિક ખિસ્સું, જેમાં ઉભા-ઉભા પણ હાથ નાખવો ખૂબ જ આરામદાયક અને સ્ટાઇલિશ રહે છે.
સિક્રેટ પોકેટ (Secret Pocket): આજકાલની કેટલીક પ્રીમિયમ કે આધુનિક જીન્સમાં(Jeans) કમરની અંદરની તરફ છુપાયેલું નાનું ખિસ્સું પણ આપવામાં આવે છે, જે ચોરોથી પૈસા બચાવવા માટે બેસ્ટ છે.


