Not Set/ યુપીના ૧૫૨ ધારાસભ્યો છે બે થી વધુ સંતાનોના માતા-પિતા

છતાંય આ લોકપ્રતિનિધિઓ લોકોને સલાહ આપે છે ‘અમે બે અને અમારા બે’ કાયદા મુજબ આમાના કોઈ વિધાનસભાની ચૂંટણી પણ લડી શકે નહિ 

India Trending
crow 23 યુપીના ૧૫૨ ધારાસભ્યો છે બે થી વધુ સંતાનોના માતા-પિતા

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર, 

ભાજપની એક મહિલા ધારાસભ્ય છ પુત્રી અને એક પુત્ર મળી સાત સંતાનોની માતા છે. હવે આ લિસ્ટ લાંબુ છે પણ આશ્ચર્યજનક છે. હવે આ ધારાસભ્યો લોકોને સલાહ આપે છે કે તમે કુટુંબ વસતિ નિયંત્રિત રાખો

દેશમાં પેટ્રોલના ભાવ એક બે રાજ્યમાં સદી ફટકાર્યા બાદ ૧૦૭ની સપાટી પર પહોંચી ગયા છે. તેના કારણે જીવનજરૂરી કહી શકાય તેવી તમામ ચીજાેના ભાવ વધી ગયા છે. આ સંજાેગો વચ્ચે કોર્ટની ટકોર બાદ કોમન સિવિલ કોડ ચર્ચાનો મુદ્દો બન્યો છે તે બીજી બાજુ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વસતિ વિસ્ફોટ પર નિયંત્રણ લગાવવા માટે જે કાયદો અમલી બનાવ્યો છે તેની ચોમેર ચર્ચા થઈ રહી છે. એકપછી એક રાજ્યો આ કાયદો ઘડવા માટે તૈયારી બતાવી રહ્યા છે. મોંઘવારી, બેકારી અને ડોલર સામે તળિયે ગયેલો રૂપિયો અને તેના કારણે સામાન્ય માનવીને જીવન જીવવું દોહ્યલું થઈ પડે તેવા સંજાેગો વચ્ચે આ બન્ને કાયદાને મુદ્દો બનાવીને મોંઘવારીના રોજેરોજ લાગતા ઘાની પીડા ભૂલવાડી દેવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું ઘણા નિષ્ણાતો કહી રહ્યા છે. આ પણ એક વાસ્તવિકતા જ કહી શકાય.

himmat thhakar યુપીના ૧૫૨ ધારાસભ્યો છે બે થી વધુ સંતાનોના માતા-પિતા
જે રાજ્યમાંથી એટલે ઉત્તરપ્રદેશમાંથી આ વાતની શરૂઆત થઈ છે તે યુપી બાદ કેન્દ્ર કક્ષાએ આ વાત પહોંચી ગઈ છે અને યુપીના જ એક સાંસદ દ્વારા લોકસભામાં પણ પહેલા ખાનગી બીલ તરીકે વસતિ નિયંત્રણ ધારો રજૂ કરવાની તૈયારી થઈ ચૂકી છે. આકોઈ જેવી તેવી વાત તો નથી જ. ગોરખપુરના સાંસદ અને ભોજપુરી ફિલ્મના અભિનેતા રાજકિશન દ્વારા આ હિલચાલ શરૂ થઈ છે. જાે કે નોંધનીય એ છે કે આ સાંસદ પોતે ચાર બાળકોનો પિતા છે અને હવે લોકોને ‘અમે બે અને અમારા બે’ની શીખ આપવા માટે મેદાનમાં ઉતર્યા છે. આ પણ એક કેવો જાેગ કહેવાય.

crow 20 યુપીના ૧૫૨ ધારાસભ્યો છે બે થી વધુ સંતાનોના માતા-પિતા
જાે કે જ્યાંથી આ નવા સૂચિત કાયદાની વાત શરૂ થઈ તે ઉત્તરપ્રદેશ વિધાનસભામાં પસાર કરવા માટેની યોજના ઘડાઈ રહી છે તે જાેતાં આવતા દિવસોમાં આ ખરડો કેન્દ્ર નહિ પસાર કરે અથવા તો અન્ય કેટલાક કાયદાઓ રાજ્ય સરકાર પર ઢોળી દેવામાં આવે છે તેવી રીતે આમાં પણ બની શકે છે. કોરોનાની બીજી લહેર વખતે લોકડાઉન અંગેની જવાબદારી રાજ્ય સરકારો પર જ લાદવામાં આવી હતી તે હકિકત છે.
જ્યાં વસતિ નિયંત્રણ કાયદો ઘડવા માટે અને પસાર કરાવવા માટે પહેલ થઈ રહી છે અને આઠ માસની જેની અવધિ (મુદ્દત) બાકી છે તે ઉત્તરપ્રદેશની વિધાનસભા કે જે દેશની સૌથી મોટી વિધાનસભા છે તે વિધાનસભામાં ૪૦૦ પૈકી ભાજપના ૩૦૪ સભ્યો છે અને આ પૈકી ૧૫૨ ધારાસભ્યો ત્રણથી શરૂ કરીને આઠ સંતાનોના પિતા છે એટલે કે આ સંખ્યા ભાજપના ધારાસભ્યોના ૫૦ ટકા અને યુપીની કુલ સભ્યસંખ્યાના ૩૮ ટકા જેટલી છે.

crow 21 યુપીના ૧૫૨ ધારાસભ્યો છે બે થી વધુ સંતાનોના માતા-પિતા
ઉત્તરપ્રદેશ વિધાનસભાની વેબસાઈટ પરથી યુપીના ઘણા અખબારોએ નોંધ લઈ એવા અહેવાલો પ્રસિદ્ધ કર્યા છે કે ઉત્તરપ્રદેશમાં એક ધારાસભ્યને આઠ સંતાનો છે. આઠ ધારાસભ્યોને છ-છ સંતાનો છે. ૧૫ ધારાસભ્યો એવા છે કે જેને પાંચ સંતાનો છે તો ૪૩ ધારાસભ્યો ચાર સંતાનોના પિતા છે. ૮૪ ધારાસભ્યો ત્રણ સંતાનોના પિતા છે.

crow 22 યુપીના ૧૫૨ ધારાસભ્યો છે બે થી વધુ સંતાનોના માતા-પિતા
આ સંજાેગો વચ્ચે પણ ભાજપના ૧૦૨ ધારાસભ્યો એવા છે કે જેમણે અમે બે અને અમારા બેનો સિદ્ધાંત પાળ્યો છે. માત્ર વાતો નથી કરી. જ્યારે ૩૫ ધારાસભ્યો માત્ર એક સંતાન ધરાવનારા છે. જ્યારે ૧૫ ધારાસભયો એવા છે કે જેના ઘેર પારણુ બંધાયું નથી. જાે કે આમાના પાંચથી છ ધારાસભ્યોએ તો લગ્ન પણ કર્યા નથી.
યોગી આદિત્યનાથ સંત છે. જાે કે તેઓ ઉત્તરપ્રદેશ વિધાનસભાના નહિ પરંતુ વિધાન પરિષદના સભ્ય છે. ભાજપના સહયોગી પક્ષ અને જેને હમણા કેન્દ્રના પ્રધાનમંડળમાં પણ સ્થાન મળ્યું છે.  તે અપના દળના એક ધારાસભ્ય હરિરામ આઠ સંતાનોના પિતા છે અને તેમણે વિશ્વ વસતિ દિન પ્રસંગે ટિ્‌વટ કરીને સંતાનોની સંખ્યા બે રાખવાની વિનંતી કરી છે – વણમાગી સલાહ આપી છે. છ બાળકોના પિતા એવા ધારાસભ્ય રત્નાકર મિશ્રા કહે છે કે હવે પાંચ પત્નીના ૨૫ બાળકોવાળી વાત નહિ ચાલે. ભાજપની એક મહિલા ધારાસભ્ય છ પુત્રી અને એક પુત્ર મળી સાત સંતાનોની માતા છે. હવે આ લિસ્ટ લાંબુ છે પણ આશ્ચર્યજનક છે. હવે આ ધારાસભ્યો લોકોને સલાહ આપે છે કે તમે કુટુંબ વસતિ નિયંત્રિત રાખો. આમાના બે-ત્રણ ટકા કિસ્સા એવા પણ છે કે ઘરમાં પુત્રીઓની સંખ્યા વધતા પુત્ર માટે આગ્રહ રાખી વસતિ વધારી છે. આનો સીધો અર્થ યુપીના વિશ્લેષકોએ એવો કર્યો છે કે આવા ધારાસભ્યો પુત્રીને લક્ષ્મી સ્વરૂપ તો ઠીક પરંતુ પુત્ર સમોવડી પણ માનતા નથી. સ્ત્રીસશક્તિકરણની વાતો કરનારા આ રાજકારણીઓ ભલે પછી ગમે તે પક્ષના હોય પણ પોતની વાત આવે ત્યારે નિયમોની ઐસી કી તૈસી કરતાં જરાય અચકાતા નથી. યુપીના પ્રધાનમંડળમાં ત્રણ પ્રધાનો પણ એવા છે જેને ત્રણથી વધુ સંતાનો છે અને આ તમામ વધુ વગ ધરાવનારા પણ છે. હવે આ સંજાેગો એવા છે કે હવે આજ મહાનુભાવો લોકોને વસતિ નિયંત્રણ અંગે સલાહ આપવા નિકળ્યા છે.

UP: About 50 percent of BJP MLAs advocating the law of two children have  children from 3 to 8 .. - Daily News
વસતિ વિસ્ફોટ એક કોઈ પક્ષનો કે કોઈ ધર્મનો પ્રશ્ન નથી દેશનો પ્રશ્ન છે અને તેને દેશના સંદર્ભમાં જ મૂલવવો જાેઈએ. તેને એક યા બીજા ધર્મ કે એક યા બીજી જ્ઞાતિ સાથે સાંકળવાનો સીધો યા આડકતરો પ્રયાસ એ રાષ્ટ્રભક્તિ તો હરગીઝ ન કહેવાય. કોઈપણ પ્રશ્નને ધર્મ કે સમાજ અગર જ્ઞાતિ સાથે સાંકળનારા પરિબળોને ક્યારેય રાષ્ટ્રવાદી લેબલ લાગી શકે નહિ. ભલે વસતિવધારો રોકવા બાબતમાં અગાઉથી પ્રયાસો થાય છે. આપણી ભૂતકાળની સરકારોએ કુટુંબ નિયોજન કુટુંબ કલ્યાણ મંત્રાલયો પણ બનાવ્યા છે અને તેની પાછળ પ્રચાર અને પ્રોત્સાહન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કર્યો છે તે પણ એક વાસ્તવિક હકિકત છે જેની કોઈ ના પાડી શકે તેમ નથી.