સમાધાન/ પંજાબમાં આંતરિક વિખવાદના અંત માટે કોંગ્રેસે સિદ્વુ સહિત 4 અધ્યક્ષનો ફોર્મ્યુલા અપનાવ્યો?

પંજાબના સીએમએ કહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે,  તેનું સન્માન કરવામાં આવશે.

Top Stories
sindhu 123 પંજાબમાં આંતરિક વિખવાદના અંત માટે કોંગ્રેસે સિદ્વુ સહિત 4 અધ્યક્ષનો ફોર્મ્યુલા અપનાવ્યો?

પંજાબ કોંગ્રેસમાં આંતરિક કલહ તેની પરાકાષ્ઠા પર પહોચી છે ત્યારે  મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે વિખવાદ વધુ વકર્યો છે. કોંગ્રેસના સુપ્રીમો સોનિયા ગાંધીના નજીકના સૂત્રો કહે છે કે સમાસ્યાનો ઉકેલ આવી ગયો છે. નવા ફોર્મ્યુલાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપથની નજીકના એક સૂત્રોના જણાવ્યા  અનુસાર, પંજાબ કોંગ્રેસનું સંકટ જલ્દીથી ઉકેલાઇ જશે નવજોત સિંહ સિદ્ધુની પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદની ઘોષણા આજે કરવામાં આવશે. તેમની સાથે 4 કાર્યકારી અધ્યક્ષના નામની પણ જાહેરાત કરવામાં આવશે.

પંજાબ કોંગ્રેસમાં હાલાકી વચ્ચે રાજ્યના પ્રભારી હરીશ રાવતે શનિવારે ચંદીગઢમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ હરીશ રાવતે કહ્યું કે કેપ્ટને કહ્યું છે કે તેઓ પાર્ટીના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીના દરેક નિર્ણયને સ્વીકારશે. આવી સ્થિતિમાં, મોટો સવાલ એ છે કે એક રાત પહેલા સિધ્ધુ વિશે ગુસ્સે ભરાયેલા કહેવાતા અમરિંદરએ અચાનક બધુ કેમ સ્વીકાર્યું? દિલ્હીથી આવો સંદેશ લઈને રાવત ચંદીગઢ પહોંચ્યો છે? આ અંગે અટકળો ચાલી રહી છે.

હરીશ રાવતને મળ્યા બાદ કેપ્ટન અમરિંદર હજી સુધી કંઇ કહ્યું નથી, પરંતુ તેમના મીડિયા કન્સલ્ટન્ટ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનના અનુસાર, પંજાબના સીએમએ કહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે,  તેનું સન્માન કરવામાં આવશે. જો કે, તેમણે કેટલાક મુદ્દાઓ પણ ઉઠાવ્યા છે, જેના પર રાવતે સોનિયા ગાંધી સાથે ચર્ચાની બાંયધરી આપી છે. બેઠક બાદ બહાર આવેલા હરીશ રાવતે પણ આ જ શબ્દોનું પુનરાવર્તન કરતાં કહ્યું કે પંજાબના સીએમ કેપ્ટન અમરિંદરે કહ્યું છે કે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી જે પણ નિર્ણય લેશે તે તેઓ આદર કરશે.

કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના વડા સુનીલ જાખાડને તેમના પંચકુલા નિવાસ સ્થાને મળ્યા છે. આ દરમિયાન બંને ચહેરા પર સ્મિત સાથે એકબીજાને હૂંફથી ગળે મળતા જોવા મળ્યા હતા. જોકે, આ બેઠક દરમિયાન શું બન્યું, તે હજી બહાર આવ્યું નથી.