Stainless Steel Cow/ વિશ્વાસ નહીં કરો…! ગૌમાતા કરતાં છ ગણું વધુ દૂધ આપશે આ સ્ટીલની ગાય

સ્ટેનલેસ સ્ટીલથી બનેલી આ રોબોટિક ગાયનું દૂધ Vegan હશે, જેમાંથી પનીર પણ બનાવી શકાય છે.

Top Stories Ajab Gajab News
YouTube Thumbnail 2023 12 15T144232.477 વિશ્વાસ નહીં કરો...! ગૌમાતા કરતાં છ ગણું વધુ દૂધ આપશે આ સ્ટીલની ગાય

તો શું હવે આપણે સ્ટીલની ગાયોનું દૂધ પીશું? હા…તમે સાચું સાંભળ્યું! એક કંપનીએ સ્ટીલની ગાય તૈયાર કરી છે, જે સામાન્ય ગાય કરતાં છ ગણું વધુ દૂધ આપી શકે છે. એટલું જ નહીં આ દૂધમાંથી તમે પનીર અને ચીઝ પણ બનાવી શકો છો. સારી વાત એ છે કે Vegan લોકો જે દૂધની બનાવટોથી દૂર રહે છે તેઓ પણ તેનો ઉપયોગ કરી શકે છે.

તેની બીજી ખાસ વાત એ છે કે તેને સ્પેસમાં પણ લઈ જઈ શકાય છે. Those Vegan Cowboysએ દાવો કર્યો છે કે તેઓએ સ્ટેનલેસ સ્ટીલ ગાય બનાવી છે જે ઘાસના માઇક્રોબાયલ ફોર્મેન્ટેશન કરી દૂધ ઉત્પન્ન કરશે. આ ગાયનું દૂધ શાકાહારી હશે. આટલું જ નહીં આ દૂધમાંથી ચીઝ પણ બનાવી શકાય છે અને તેનો સ્વાદ આપણે જે ચીઝ ઉપયોગ કરીએ છીએ તેવો જ હશે.

Those Vegan Cowboys સાથે સંકળાયેલા એક વ્યક્તિએ કહ્યું, “અમે માર્ગરેટ નામની સ્ટેનલેસ સ્ટીલ ગાયને ઘાસ ખવડાવીએ છીએ.” તેમાંથી તે કેસીન ઉત્પન્ન કરે છે. કેસીન એક પ્રોટીન છે જે પનીરમાં જોવા મળે છે અને તે દૂધમાં પણ જોવા મળે છે. કેસીન પનીરને એ જ સ્વાદ આપશે જે પ્રાણીના દૂધમાંથી બનેલા પનીરમાં જોવા મળે છે. Those Vegan Cowboysએ દાવો કર્યો છે કે સ્ટેનલેસ સ્ટીલ ગાયના દૂધમાંથી બનેલા પનીરનો સ્વાદ પશુઓના દૂધમાંથી બનેલા પનીર જેવો જ હશે.

જો સ્ટેનલેસ સ્ટીલની બનેલી ગાય (જેને રોબોટિક ગાય પણ કહેવામાં આવે છે) સફળ થાય તો તે ડેરી ઉદ્યોગમાં મોટી ક્રાંતિ સાબિત થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે પૃથ્વીનો 30 ટકા હિસ્સો ખેતી માટે વપરાય છે અને તેનો મોટાભાગનો ઉપયોગ પશુપાલન માટે થાય છે. મોટાભાગના પ્રાણીઓ દૂધ માટે ઉછેરવામાં આવે છે. એક ગાયને 25 લિટર દૂધ બનાવવા માટે 50000 કેલરી અને 150 લિટર પાણીની જરૂર પડે છે.

કંપનીની વેબસાઈટ પર ગાય વિશે જણાવવામાં આવ્યું છે કે તે વિશ્વની પોતાની અલગ પ્રકારની પ્રથમ ગાય છે. જેનું નામ માર્ગરેટ થેચર રાખવામાં આવ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ગાયનો ઉપયોગ અવકાશમાં પણ કરવામાં આવશે. સ્ટેનલેસ સ્ટીલ ગાયને કારણે દૂધ અને દૂધની બનાવટો મેળવવાના અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ થશે.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: