રાજકોટ/ RUDAની ૧૬૩મી બોર્ડ બેઠક મળી: નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે રૂ. ૨૮૭.૦૬ કરોડનું બજેટ મંજુર

આજ રોજ તા:- ૨૩/૦૩/૨૦૨૧ના  રોજ બપોરે  ૧૨-૦૦ કલાકે રાજકોટ શહેરી વિકાસ સતામંડળ(RUDA)ની ૧૬૩મી બોર્ડ બેઠક રૂડાના ચેરમેનશ્રી ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં રૂડા ખાતે મળેલ હતી.આ બોર્ડ બેઠકમાં આગામી નાણાંકીય

Gujarat
ruda budget2 RUDAની ૧૬૩મી બોર્ડ બેઠક મળી: નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે રૂ. ૨૮૭.૦૬ કરોડનું બજેટ મંજુર

આજ રોજ તા:- ૨૩/૦૩/૨૦૨૧ના  રોજ બપોરે  ૧૨-૦૦ કલાકે રાજકોટ શહેરી વિકાસ સતામંડળ(RUDA)ની ૧૬૩મી બોર્ડ બેઠક રૂડાના ચેરમેનશ્રી ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં રૂડા ખાતે મળેલ હતી.આ બોર્ડ બેઠકમાં આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે રૂ. ૨૮૭.૦૬ કરોડનું બજેટ રજુ કરવામાં આવેલ હતું. જે બોર્ડ દ્વારા મંજુર કરવામાં આવ્યું હતું. તેમજ રૂડા દ્વારા વિક્રમજનક સમયમાં બનાવાયેલ  ટી.પી.સ્કીમ નં. ૩૮/૨ (મનહરપુર-રોણકી) તથા ૪૧ (સોખડા-માલીયાસણ) માટે રજુ થયેલ વાંધા સુચનો બોર્ડ સમક્ષ મુકવામાં આવી હતી.

rajkot budget 3 RUDAની ૧૬૩મી બોર્ડ બેઠક મળી: નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે રૂ. ૨૮૭.૦૬ કરોડનું બજેટ મંજુર

જે અંગે ચર્ચા વિચારણાના અંતે નિયમોનુસાર આ ટી. પી. સ્કીમો સરકારમાં સત્વરે મોકલવાનક્કી કરાયેલ હતું. આ ઉપરાંત ખંઢેરી રેલ્વે સ્ટેશન તથા ખંઢેરી/પરા પીપળીયા ગામને AIIMS સુધી પહોંચવાના મુખ્ય રસ્તા સાથે જોડતો ૧.૦૨ કિમીનો ચાર માર્ગીય રસ્તો અને એક ચાર માર્ગીય બ્રીજનું કામ રૂ. ૧૧.૮૧ કરોડનાખર્ચે કરાવવાના કામને મંજુરી આપવામાં આવેલ હતી.આ બોર્ડ બેઠકમાં રૂડા ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નર ઉદીત અગ્રવાલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર,રિજિયોનલ કમિશ્નર(નગરપાલિકાઓ)ના અધિક ક્લેક્ટર એન. એફ. ચૌધરી,રૂડાના સી.ઈ.એ.  ચેતન ગણાત્રા,RMCના સીટી એંજીનિયર દોઢીયા, ક્લેક્ટર કચેરીના મામલતદારતન્ના,STP ક્રિષ્નારાવ હાજર રહેલ હતાં.

rajkot budget4 RUDAની ૧૬૩મી બોર્ડ બેઠક મળી: નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે રૂ. ૨૮૭.૦૬ કરોડનું બજેટ મંજુર

બોર્ડ બેઠકમાં કુલ-૨ ટી.પી.સ્કીમના વાંધાસુચનોનો નિકાલ

ગુજરાતના શહેરોના ઝડપી અને સુનિયોજિત વિકાસ બાબતની સરકારની પ્રાથમિકતાને ધ્યાને લઈ, રૂડા દ્વારા ફક્ત ત્રણ (૩) મહિનાના વિક્રમજનક સમયમાં ટી.પી.સ્કીમ નં. ૩૮/૨ (મનહરપુર-રોણકી) તથા ૪૧ (સોખડા-માલીયાસણ)નો મુસદ્દો ઘડી, ઓનર્સ મીટિંગ પૂર્ણ કરી તા.૨૩.૦૩.૨૦૨૧ની બોર્ડ મીટિંગમાં રજુ થયેલ વાંધા સુચનો ચર્ચા માટે મુકવામાં આવેલ હતાં.હવે આ બંને સ્કીમો  સરકારની મંજૂરી અર્થે સાદર કરવામાં આવશે.

સામાન્ય રીતે ઈરાદો જાહેર કર્યા થી મીટીંગ સુધીની કામગીરી સાથે દસમાં નો સમય જતો હોય છે ત્યારે રૂડા દ્વારા આ કામગીરી ખૂબ જ ટૂંકા ગાળામાં એટલે કે અંદાજે એક જ માસમાં મિટિંગનું આયોજન કરીને કરવામાં આવી છેતા.૧૧.૧૨.૨૦૨૦ના રોજ ઇરાદો જાહેર કરી તા.૧૨.૦૧.૨૦૨૧ અને તા. ૧૯.૦૧.૨૦૨૧ના રોજ ઓનર્સ મીટિંગ યોજવામાં આવેલ.

જમીન માલિકોના વાંધા-સૂચનો મેળવી તે અંગે નિર્ણય કરી બોર્ડની મંજૂરી મેળવી સરકારની મંજૂરીએ સાદર કરવાનો બે થી ત્રણ માસનો સમય લાગે છે તે મીટીંગ એક માસની અંદર યોજના આવી છે. સમયતા.૧૨.૦૨.૨૦૨૧ અને ૧૮.૦૨.૨૦૨૧ સુધી વાંધા-સૂચનો મેળવી, તા.૨૩.૦૩.૨૦૨૧ના રોજ બોર્ડની મંજૂરી મેળવી સરકારશ્રીને સાદર કરવામાં આવશે.અંદાજે – આમ, સામાન્ય રીતે એક – દોઢ વર્ષમાં તૈયાર થતી ટી.પી. સ્કીમ રૂડા દ્વારા માત્ર ૧૦૦ દિવસ જેટલા સમયમાં તૈયાર કરી સરકારશ્રીમાં મોક્લવા આજરોજ બોર્ડની મંજુરી લેવામાં આવેલ હતી.

અધિનિયમની જોગવાઈ અનુસાર ટી.પી.સ્કીમનો ઇરાદો જાહેર થયેથી તે વિસ્તારમાં વિકાસ પરવાનગીની કામગીરી સ્થગિત કરવાની થાય. પરંતુ રૂડા દ્વારા વિક્રમજનક ટૂંકા સમયમાં ટી.પી.સ્કીમનો મુસદ્દો ઘડી સરકારની મંજૂરીએ સાદર કરવાને કારણે આ વિસ્તારનો વિકાસ ફક્ત ત્રીજા ભાગના સમય માટે જ સ્થગિત થશે.  વિકાસ પરવાનગીની કામગીરી ટુંક સમયમાં પુન: શરૂ થશે.

વર્ષ-૨૦૨૧-૨૨નાં બજેટની મુખ્ય બાબતો.

  કુલ રૂપિયા ૨૮૭.૦૬ કરોડના ખર્ચની  જોગવાઈ.

  રૂ.૫૧.૪૫ કરોડની રોડ અને બ્રીજ માટે જોગવાઇ.

 રીંગરોડ-૨, ફેઝ-૨ કાલાવડ રોડથી ગોંડલ રોડ સુધીના હૈયાત રસ્તાનું વાઇડનીંગ

  રીંગરોડ-૨, ફેઝ-૩ ગોંડલ રોડથી ભાવનગર રોડ સુધીનાં રસ્તાનું કામ.

 રીંગરોડ-૨, ફેઝ-૪ ભાવનગર રોડથી અમદાવાદ રોડ સુધીનાં રસ્તાનું કામ.

  રાજકોટ શહેરથી AIIMS હોસ્પીટલ સુધીનો ૪-માર્ગીય અને ૬-માર્ગીય રસ્તાનું કામ.

 ખંઢેરી રેલ્વે સ્ટેશનથી AIIMS હોસ્પીટલનાં મુખ્ય રસ્તાને જોડતા ૪-માર્ગીય રસ્તાનું કામ.

 રૂ. ૨૮.૦૮ કરોડની ૨૪ ગામની પાણી પુરવઠા યોજના માટે જોગવાઇ.

  રૂ. ૧૯૧ કરોડની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અંદાજે ૪૫૦૦ મકાનો બાંધવા માટેની જોગવાઇ.

    નવી ૬ ટી.પી. સ્કીમો બનાવવા માટે રૂ.૨૫.૦૦ લાખની જોગવાઇ.

   નવા પ્રોજેક્ટો :

 ૧) ખંઢેરી ગામ તથા ખંઢેરી રેલ્વે સ્ટેશનથી AIIMS હોસ્પીટલ સુધી પહોંચવા સરળતા રહે તે માટે ૧.૦૨ કી.મીનો ૪-માર્ગીય રસ્તો તથા ૧(એક) ૪-માર્ગીય માઇનર બ્રીજનું કામ – રૂ.૧૧.૮૧ કરોડ.

૨) રીંગરોડ-૨, ફેઝ-૨ કાલાવડ રોડથી ગોંડલ રોડ સુધીના રસ્તાનું ૪-માર્ગીય રસ્તામાં રૂપાંતર – રૂ.૧૦.૫૦ કરોડ.

૩) રૂડામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ માટે રૂ. ૫.૦૦ કરોડની જોગવાઈ