Not Set/ 16મી લોકસભા થઇ ભંગ, PM મોદી અને મંત્રીમંડળે આપ્યું મહામહિમને રાજીનામું

16મી લોકસભામાં મોદી લહેર સાથેનાં જ્વલંત વિજયબાદ, સંસદનાં પગથીયે શીશ ઝુકાવી પ્રવેશેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રી મંડળે દેશનાં મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદનેે પોતાનું રાજીનામું સુપ્રત કરી દીધું છે. વડાપ્રધાન અને તમામ મંત્રીઓના રાજીનામા સ્વીકારતાની સાથે દેશની 16મી લોકસભાનો ભંગ થયે છે. 2019ની લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ અને સાથી પક્ષોનાં જ્વલંત વિજય બાદ આજે […]

Top Stories India
r3 16મી લોકસભા થઇ ભંગ, PM મોદી અને મંત્રીમંડળે આપ્યું મહામહિમને રાજીનામું

16મી લોકસભામાં મોદી લહેર સાથેનાં જ્વલંત વિજયબાદ, સંસદનાં પગથીયે શીશ ઝુકાવી પ્રવેશેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રી મંડળે દેશનાં મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદનેે પોતાનું રાજીનામું સુપ્રત કરી દીધું છે. વડાપ્રધાન અને તમામ મંત્રીઓના રાજીનામા સ્વીકારતાની સાથે દેશની 16મી લોકસભાનો ભંગ થયે છે.

r 16મી લોકસભા થઇ ભંગ, PM મોદી અને મંત્રીમંડળે આપ્યું મહામહિમને રાજીનામું

2019ની લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ અને સાથી પક્ષોનાં જ્વલંત વિજય બાદ આજે કેન્દ્રીય કેબિનેટે 16મી લોકસભા ભંગ કરવાની ભલામણ કરી હતી.  PM મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે સાંજે મળેલી NDAની બેઠકમાં આ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રીમંડળની ભલામણ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 3 જુને 16મી લોકસભાનો કાર્યકાળ પૂરો થાય તે પૂર્વે જ  હાલની લોકસભા ભંગ કરતું ફરમાન કર્યું છે.

r4 16મી લોકસભા થઇ ભંગ, PM મોદી અને મંત્રીમંડળે આપ્યું મહામહિમને રાજીનામું

આપને જણાવી દઇએ કે 17મી લોકસભામાં ભાજપે નરેન્દ્ર મોદીના નેજા તળે ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવી 35 વર્ષ જુનો રેકોર્ડ તોડયો હતો. તો આવનાર દિવસોમાં ફરી મોદી  PMનાં શપથ ગ્રહણ કરતા નવો ઇતિહાસ રચી, દેશનાંં 3જા અને ભાજપનાં પહેલા વડાપ્રધાન બનશે જે સંપૂર્ણ બહુમત સાથે PM તરીકે સત્તરૂઢ થશે.