Corona report/ કુંભમેળામાં જતી હરિયાણાની 17 બસો ઉત્તરાખંડ બોર્ડર પરથી પરત

72 કલાક સુધીનો રીપોર્ટ તમારી પાસે હોવો જોઇએ

India
Untitled 63 કુંભમેળામાં જતી હરિયાણાની 17 બસો ઉત્તરાખંડ બોર્ડર પરથી પરત

કોવિડ-19નો રિપોર્ટ ન હતો. જેના લીધે 17 બસોને ઉત્તરાખંડ બોર્ડર પરથી પરત મોકલી દેવામાં આવી

હરીયાણાના પાણીપતથી હરિદ્વાર માટે રવાના થયેલી 17 બસો ઉત્તરાખંડના બોર્ડર પરથી પરત મોકલનામાં આવી હતી. આ 17 બસોમાં 900 મુસાફરો સફર કરી રહ્યા હતાં. એકપણ મુસાફર પાસે કોવિડ-19નો રિપોર્ટ ન હતો. જેના લીધે 17 બસોને ઉત્તરાખંડ બોર્ડર પરથી પરત મોકલી દેવામાં આવી.

72 કલાક સુધીનો રીપોર્ટ તમારી પાસે હોવો જોઇએ. જો આ રિપોર્ટ નહી હોય તો ઉત્તરાખંડમાં પ્રવેશ નહીં મળે

ઉત્તરાખંડ સરકારે કુંભ મેળા માટે કોરોના નેગેટીવ રીપોર્ટ અનિવાર્ય બનાવ્યો છે. જે ઉત્તરાખંડ જવું હોય તો ફરજીયાત પ્રમાણે તમારી પાસે હોવો જરૃરી છે. કોરોના નેગેટીવ રીપોર્ટ ઉતરાખંડ જવા માટે પાસે રાખવો પડે છે. 72 કલાક સુધીનો રીપોર્ટ તમારી પાસે હોવો જોઇએ. જો આ રિપોર્ટ નહી હોય તો ઉત્તરાખંડમાં પ્રવેશ નહીં મળે.

પાણીપત રોડ ટ્રાન્સપોર્ટે કોરોના નેગેટીવ રીર્પોટની તપાસ પહેલા જ કરવાની જરુર હતી

અત્રે ઉલ્લેખનીય છે કે મુસાફરોને કોરોના રિપોર્ટ અંગે જાણકારી ન હતી જેના લીધે બસોમાં બેસીને ઉત્તરાખંડ જવા રવાના થઇ ગયા હતાં. પરતું બોર્ડર પર કોરોના મામલે સઘન ચેકીંગ હોવાથી તમામ 17 બસોને હરિયાણાથી પરત મોકલાઇ હતી.

પાણીપત રોડ ટ્રાન્સપોર્ટે કોરોના નેગેટીવ રીર્પોટની તપાસ પહેલા જ કરવાની જરુર હતી. જો કે પાણીપત  રોડવેજે તમામ મુસાફરોનું ભાડું પરત કર્યુ છે.