landslide/ નેપાળમાં ભૂસ્ખલનથી 17 લોકોના મોત,અનેક લોકો લાપતા,બચાવ કામગીરી પુરજોશમાં

  ભારે વરસાદના લીધે   નેપાળમાં સ્થિતિ ભયાનક બની ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે પશ્ચિમ નેપાળમાં અવિરત વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું

Top Stories World
3 36 નેપાળમાં ભૂસ્ખલનથી 17 લોકોના મોત,અનેક લોકો લાપતા,બચાવ કામગીરી પુરજોશમાં

  ભારે વરસાદના લીધે  નેપાળમાં સ્થિતિ ભયાનક બની ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે પશ્ચિમ નેપાળમાં અવિરત વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું. જેમાં 17 લોકોના મોત થયા હતા. સુદુર્પશિમ પ્રાંતના અચ્છમ જિલ્લાના વિવિધ ભાગોમાં ભૂસ્ખલન થયું છે, જે છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદના કારણે પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયો છે.

એજન્સીના જણાવ્યા અનુસાર  મુખ્ય જિલ્લા અધિકારી દિપેશ રિઝાલે જણાવ્યું કે કાઠમંડુ શહેરથી લગભગ 450 કિમી પશ્ચિમમાં આવેલા જિલ્લામાં ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 17 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. અકસ્માતમાં ઘાયલ 11 લોકોને સારવાર માટે સુરખેત જિલ્લામાં લઈ જવામાં આવ્યા હતા. અધિકારીના જણાવ્યા અનુસાર ભૂસ્ખલનમાં ત્રણ લોકો લાપતા થયા છે.

અધિકારીના જણાવ્યા અનુસાર નેપાળ પોલીસના જવાનોને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. તેમણે કહ્યું કે ઘાયલોની સંખ્યામાં વધારો થઈ શકે છે, પ્રાંતના 7 જિલ્લાઓને જોડતો ભીમદત્ત હાઈવે પણ દુર્ઘટનાને કારણે ખોરવાઈ ગયો છે. આ સાથે અચમમાં સંચાર સેવા પણ પ્રભાવિત થઈ છે. જેના કારણે સંદેશાવ્યવહારમાં અવરોધ ઉભો થયો છે.