Gujarat News : સમગ્ર દેશની સાથેસાથે ગુજરાતમાં પણ કોરોનાની લહેર વધતી હોય તેમ જણાય છે. જો કે આ કોરોનાની લહેર ચિંતાજનક ના હોવાનું આરોગ્ય વિભાગ અને સરકાર જણાવી રહી હોવા છતા, રોજબરોજ કોરોનાના વધી રહેલા નવા કેસ ચિંતાપ્રેરે છે. આજે ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના નવા 170 કેસ નોંધાયા છે.વડોદરામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 11 કેસ નોંધાયા છે.

શહેરમાં કોરોનાના કુલ 17 દર્દીઓ છે. બિલ, ભાયલી, અટલાદરા, કપુરાઇ, નવાયાર્ડ વિસ્તારમાં નોંધાયા છે નવા કેસ. 2 મહિલા સહિત કુલ 11ને કોરોના પોઝિટિવ એક દિવસમાં નોંધાયા છે. તમામ 17 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.જામનગર શહેરમા કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. આજે વધુ 8 નવા કેસ કોરોના પોઝીટીવ કેસ નોધાયા છે. અત્યાર સુધીમાં જામનગરમાંથી કુલ 54 કેસ કોરોનાના નોંધાયા છે. હજુ 38 કોરોનાના પોઝીટીવ દર્દી હોમ ક્વોરીનટાઇન છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોનાની પોઝીટીવ દર્દી નોધાયા છે.
આ પણ વાંચો:રત્ન કલાકારોને મોતના મોઢામાં મોકલનાર ‘રત્ન’ની ધરપકડ
