Not Set/ બોપલમાં ભેખડ ધસી પડતા 2 મજૂરનાં મોત, એકની શોધખોળ ચાલુ

અમદાવાદમાં ભેખડ ધસી પડતા  2 શ્રમિકો મોતને ભેટ્યા છે.બોપલમાં ડ્રેનેજની કામગીરી દરમિયાન દીવાલ ધરાશાયી થઈ હતી.જેમાં 2 શ્રમિકોના મોત થઈ ગયા છે,..

Top Stories Ahmedabad Gujarat
ભેખડ ધસી પડતા

અમદાવાદમાં ભેખડ ધસી પડતા 2 શ્રમિકો મોતને ભેટ્યા છે.બોપલમાં ડ્રેનેજની કામગીરી દરમિયાન દીવાલ ધરાશાયી થઈ હતી.જેમાં 2 શ્રમિકોના મોત થઈ ગયા છે,જ્યારે બે શ્રમિકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.તો ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા.

આ પણ વાંચો :કોવીડ-૧૯ની ગાઈડલાઈનની તકેદારી સાથે રાજકોટના બાગ-બગીચા જન્માષ્ટમી પર ખુલ્લા રહેશે

બોપલ વિસ્તારમાં ડ્રેનજ લાઈનની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન લાઈન ચાલુ કરવાની હતી અને પાઈપમાં કચરો ભરાઈ ગયો હતો. જેથી એક મજૂર ડ્રેનેજમાં ઉતર્યો હતો. ડ્રેનેજમાં ઉતર્યા બાદ થોડી વારમાં ગૂંગળામણને કારણે મજૂર અંદર બેભાન થયો હતો. જેના લીધે તેને બચાવવા માટે બે મજૂરો ઉતર્યા હતા. જેમાંથી બે મજૂરોના મોત થયા છે, જ્યારે એકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :માઉન્ટ આબુમાં ગુજરાતી પ્રવાસીઓની દાદાગીરી, મારામારીનો વીડિયો વાયરલ

નોંધનીય છે કે, આ ઘટનામાં હજુ પણ એક સફાઇ કર્મચારીની શોધખોળ ફાયરની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. હાલમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ છે ત્યારે મોતનો આંક વધી શકે તેવી શક્યતા છે. આ ઘટના બનતા જ ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકત્ર થઇ ગયા હતાં.

ફાયર વિભાગે બે મજૂરો કાઢતા ગૂંગળામણને કારણે તેમની હાલત અત્યંત ગંભીર દેખાતા તેમને સોલા સિવિલમાંખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. ફાયરવિભાગના અધિકારીઓએ ત્રીજા મજૂરને શોધી રહી છે. પરંતુ હજી સુધી તેની ભાળ મળી નથી. હાલમાં આ બનાવ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પર બળાત્કારનો આરોપ, પદેથી તાત્કાલિક કરાયા દૂર

પોલીસે આ ઘટનાને લઈને કાર્યવાહી શરૂ કરી હતી. AUDA દ્વારા આ ડ્રેનેજ પાઈપ લાઈનનું કામ યોગી કન્સ્ટ્રક્શનને આપ્યું હતું. યોગી કન્સ્ટ્રક્શનને ડ્રેનેજનો મુખ્ય કોન્ટ્રાક્ટ મળ્યો હતો. બોપલ પોલીસે આ ઘટનામાં પેટા કોન્ટ્રાક્ટર હિંમતભાઈની અટકાયત કરી હતી.

આ પણ વાંચો :દૂધમાં ભેળસેળ મામલે કોર્પોરેશનની કરાઈ મેગા ડ્રાઇવ, 228  લીટર દૂધ નો નાશ કરવામાં આવ્યો 

આ પણ વાંચો :રાજય માં પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો

આ પણ વાંચો :૫ નમુના લેવાયા,કુલ ૧૧ પેઢીમાં ચકાસણી,૪ કિ.ગ્રા. ફરાળી પેટીશ,૨૩ કિ.ગ્રા.મીઠી ચેરી,બહોળા જથ્થામાં