Not Set/ 20 ફેબ્રુઆરીથી મળશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, વિજય રૂપાણી સરકારનું પહેલું બજેટ

ગાંધીનગરઃ રાજ્યનું 2017 ની વિધનસભાનું પ્રથમ સત્ર 20 મી ફેબ્રુઆરીથી 31 માં દરમિયાન યોજાશે. વર્ષ 2017ના પ્રથમ સત્રની શરૂઆથ રાજ્યપાલ સભાગૃહને સંબોધન કરશે. રાજ્યપાલના સબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જેના પર ત્રણ દિવસ ચર્ચા થશે. રાજ્યપાલના સંબોધનમાં વ્યક્ત થયેલી સરકારની નીતિઓ પર પ્રસ્તાવ દ્વારા ગૃહમાં ચર્ચા કરાશે. ગુજરાતમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની […]

Uncategorized
gandhinagarvidhansabha 20 ફેબ્રુઆરીથી મળશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, વિજય રૂપાણી સરકારનું પહેલું બજેટ

ગાંધીનગરઃ રાજ્યનું 2017 ની વિધનસભાનું પ્રથમ સત્ર 20 મી ફેબ્રુઆરીથી 31 માં દરમિયાન યોજાશે. વર્ષ 2017ના પ્રથમ સત્રની શરૂઆથ રાજ્યપાલ સભાગૃહને સંબોધન કરશે. રાજ્યપાલના સબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જેના પર ત્રણ દિવસ ચર્ચા થશે. રાજ્યપાલના સંબોધનમાં વ્યક્ત થયેલી સરકારની નીતિઓ પર પ્રસ્તાવ દ્વારા ગૃહમાં ચર્ચા કરાશે.

ગુજરાતમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી સરકાર દ્વારા ચૂંટણી લક્ષી બજેટ લજૂ કરવામાં આવશે. વિજય રૂપાણી સરકારનું પહેલું બજેટ છે. લોકોને વધુને વધુ રાહત આપવાનો પ્રયાસ કરવમાં આવશે.

 

ગુજરાત વિધાનસભા સત્રની કામગીરીની વધુ વિગતો આપતા અધ્યક્ષ વોરાએ ઉમેર્યું હતું કે,  આ સત્ર દરમિયાન સભાગૃહ કુલ ૨૬ દિવસ મળશે યોજાશે અને તેની ૨૮ બેઠકોમાં સત્રને લગતી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે. આ સત્રમાં અત્યાર સુધી કુલ ૯ સરકારી વિધેયકોની સૂચના દાખલ કરવામાં આવી છે.

જે ૯ સરકારી વિધેયકો રજૂ થનાર છે તેમાં ગુજરાત નશાબંધી વિધેયક, સિગારેટ અને તમાકુની અન્ય બનાવટ પર નિયંત્રણને લગતું વિધેયક, નગર રચના અને શહેરી વિકાસ જેવા વિધેયકો રજૂ થશે. આ ઉપરાંત પણ હવે પછી સરકાર અન્ય અગત્યના વિધેયકો રજૂ કરશે. તેમજ અગાઉના સત્રોમાં દાખલ થયેલાં કુલ-૧ર બિન સરકારી વિધેયકોની પણ સભાગૃહમાં વિચારણા થશે.

આ સત્ર દરમિયાન સન-૨૦૧૭-૨૦૧૮ને લગતું અંદાજપત્ર રજૂ કરાશે. જેના પર ચાર દિવસ સામાન્ય ચર્ચાઓ તેમજ માગણીઓ પર ચર્ચા અને મતદાન માટે ૧૨ દિવસ ફાળવાયા છે. સાથે ચાલુ નાણાકીય વર્ષ માટે ખર્ચનું પૂરક પત્રક પણ ૨૧મી ફેબ્રુઆરીના રોજ રજૂ થશે, જેના પર બે બેઠકોમાં ચર્ચા થશે. સત્રના અંત ભાગમાં અંદાજપત્રમાં રજૂ થયેલ નાણાકીય દરખાસ્તોને કાયદાનું રૂપ આપતા વિનિયોગ વિધેયક અને નાણા વિધેયકો પણ રજૂ થશે.

આ ઉપરાંત અગત્યના તાકીદના બનાવો પર પ્રસ્તાવો, ધ્યાન દોરતી સૂચનાઓ પણ રજૂ થશે. બેઠકની શરૂઆતમાં પ્રજાના મહત્વના વિષયો પરના પ્રશ્નો માટે પ્રશ્નોત્તરી કલાકમાં ચર્ચા થશે. અત્યાર સુધીમાં છ હજારથી વધુ પ્રશ્નોની સૂચનાઓ મળી છે. સત્ર દરમિયાન દર ગુરૂવારે બેઠકના છેલ્લા બે કલાક દરમિયાન બિનસરકારી સભ્યોનું કામકાજ હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે આ બજેટ સત્ર હાલની ગુજરાત સરકારનું અંતિમ અને રુપાણી સરકારનું પ્રથમ બજેટ સત્ર છે.