Devbhumi Dwarka/ દેવભૂમિ દ્વારકામાંથી ડ્રગ્સના વધુ 20 પેકેટ પકડાયા

સવારે જ નશીલા પદાર્થના 40 જેટલા પેકેટ મળ્યા હતા

Gujarat Top Stories
Beginners guide to 96 દેવભૂમિ દ્વારકામાંથી ડ્રગ્સના વધુ 20 પેકેટ પકડાયા

 

Devbhumi Dwarka News : દેવભૂમિ દ્વારકામાંતી સવારે નશીલા પદાર્થના 40 પેકેટ મલ્યા બાદ વધુ 20 પેકેટ મળી આવ્યા છે. જિલ્લાના દરિયાકિનારેથી નશીલા પદાર્થ ચરસના 20 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા છે.સવારે જ ગોરિંજાના વાંછુ વિસ્તારમાંથી ચરસના 40 જેટલા પેકેટ મળી આવ્યા હતા. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ચરસનો આ જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા 32.053 કિલોગ્રામ ચરસના આ જથ્થાની અંદાજિત કિંમત 16.65 કરોડ જેટલી થવા જાય છે.

ત્યારબાદ દરિયાકિનારેથી બીનવારસી હાલતમાં ચરસના 20 પેકેટ મળી આવ્યા હતા. જિલ્લા એસપી નિતેશ પાંડે દ્વારા ચુંસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સતત દરિયાકિનારે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જેને પગલે ચરસના 40 પેકેટ બાદ વધુ 20 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા.

હાલમાં પોલીસ ચરસનો આ જથ્થો કોણે મોકલાવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે ઝીણવટભરી તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાનો પરિવાર ફસાયો

આ પણ વાંચો: ગુજરાત યુનિ.એ 17 કરોડની ગેરરીતિના મામલે કમલજીત લખતરિયાને સસ્પેન્ડ કર્યા

આ પણ વાંચો: જૂનાગઢમાં દલિત યુવાનને માર મારવાના મામલે ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓ જેલમાં