Vadodara News: સિક્કિમના લાચુંગમાં વડોદરાનો પરિવાર ફસાયો છે. વડોદરાથી સિક્કિમ ફરવા ગયેલો પરિવાર ફસાયો છે. સિક્કિમમાં વાદળ ફાટતા ભૂસ્ખલન થવાના લીધે અનેક લોકો ફસાયા છે. વડોદરાના રાણા કુટુંબના નવ સભ્યો પણ ફસાયા છે. તેના લીધે વડોદરામાં રહેતા કુટુંબના અન્ય સભ્યો પણ ચિંતામાં છે.
વડોદરાની સ્વાતી સોસાયટીમાં રહેતા કુટુંબે ચિંતા વ્યક્ત કરી છે. બે દિવસથી કુટુંબના એકપણ સભ્યનો સંપર્ક થયો નથી. કુટુંબના બધા સભ્યો આજે વિમાન મારફત વડોદરા પરત આવવાના હતા.
પરંતુ હજી સુધી કોઈ સંપર્ક થયો નથી. કુટુંબના સભ્યો સાત જૂનના રોજ પાર્થ ટ્રાવેલ્સ મારફતે સિક્કિમ ફરવા ગયા હતા. કુટુંબમાં રામચંચ્દરના બે મોટા બહેન, એક નાનો ભાઈ અને તેમનો પરિવાર ફરવા ગયો તો. સરકાર પાસે તમામને સહીસલામત વડોદરા લાવવા કુટુંબે માંગ કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી
આ પણ વાંચો: ભુજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમ્સમાં સ્થાન પામ્યું
આ પણ વાંચો: અમરેલીમાં બોરવેલમાં પડેલી બાળકી જિંદગી હારી