Stock market down/ હંગ પાર્લામેન્ટના ડરે સેન્સેક્સમાં લગભગ 6,200 પોઇન્ટનો કડાકો

ભાજપને સ્પષ્ટ બહુમત મળવાનો નથી તે જોઈ માર્કેટમાં હોબાળો મચ્યો છે. સેન્સેક્સ 6.200 પોઈન્ટ લપસી ગયો; નિફ્ટી 2000થી વધુ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 41 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. આમ બજારે ગઇકાલના ઉછાળાને ધોઈ કાઢ્યો હતો.

Breaking News Top Stories Business
Beginners guide to 2024 06 04T093933.756 1 હંગ પાર્લામેન્ટના ડરે સેન્સેક્સમાં લગભગ 6,200 પોઇન્ટનો કડાકો

મુંબઈઃ ભાજપને સ્પષ્ટ બહુમત મળવાનો નથી તે જોઈ માર્કેટમાં હોબાળો મચ્યો છે. સેન્સેક્સ 6.200 પોઈન્ટ લપસી ગયો; નિફ્ટી 2000થી વધુ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 41 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. આમ બજારે ગઇકાલના ઉછાળાને ધોઈ કાઢ્યો હતો.

પ્રી-ઓપનિંગમાં બજાર કેવું હતું?

શેરબજારની શરૂઆત પહેલા બીએસઈ સેન્સેક્સ 672 પોઈન્ટ અથવા 0.88 ટકાના વધારા સાથે 77122 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય NSEનો નિફ્ટી 450.10 પોઈન્ટ અથવા 1.94 ટકાના વધારા સાથે 23714 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. પ્રી-ઓપનિંગ પહેલાં, GIFT નિફ્ટી, જે બજારની શરૂઆત સૂચવે છે, 38.60 પોઈન્ટ અથવા 0.16 ટકાના વધારા સાથે 23447 પર હતો.

શેરબજારનું ચિત્ર ગઈકાલે જાદુઈ હતું

સોમવારે શેરબજાર બંધ થયું ત્યારે BSE સેન્સેક્સ 2500 પોઈન્ટના ઉછાળા સાથે 76,469 પોઈન્ટ અને નિફ્ટી 733 પોઈન્ટના ઉછાળા સાથે 23,263 પોઈન્ટ પર બંધ થયો હતો. 2009 પછી એક જ સત્રમાં બજારમાં આ સૌથી મોટો ઉછાળો છે. 3 જૂને સેન્સેક્સે 76,738ની નવી રેકોર્ડ હાઈ બનાવી અને નિફ્ટીએ 23,338ની નવી રેકોર્ડ હાઈ બનાવી.

3 જૂને BSE માર્કેટ કેપમાં રૂ. 14 લાખ કરોડનો વધારો થયો છે

3 જૂને BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 426.24 લાખ કરોડ પર બંધ થયું હતું, એટલે કે એક જ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 14 લાખ કરોડથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારના માર્કેટ કેપનું આ સર્વોચ્ચ સ્તર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સરકારી બેંકો થઈ માલામાલ, રોકાણકારોને બખ્ખાં

આ પણ વાંચો: રૂપિયા 78,213 કરોડનો કોઈ વારસદાર નથી! પૈસાનો ઢગ થઈ રહ્યો છે…

આ પણ વાંચો:એક વ્યક્તિએ SBI બ્રાન્ચમાં ફોટો લીધા પછી કરી ફરિયાદ, જવાબમાં SBIએ કહી આ વાત