saraspur area/ અમદાવાદના સરસપુરમાં જુગાર રમતા 21 શખ્સો ઝડપાયા

એસએમસીએ રોકડ સહિત 3.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

Top Stories Ahmedabad Gujarat

 

Ahmedabad News : સરસપુરમાં શારદાબેન હોસ્પિટલની પાછળ અને ચામુડા સ્મશાનગૃહની સામે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડીને જુગાર રમતા 21 શખ્સોની ધરપકડ કરી હતી. તેમની પાસેતી પોલીસે રોકડ રકમ અને વાહનો મળીને 3.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે જુગાર રમતા મુખ્ય આરોપી જફારખાન અનવરખાન પઠાણ સહિત 21 આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.72,560 રોકડા, 13 મોબાઈલ, પાંચ વાહનો, ગંજીપાના વગેરે મળીને રૂ.3,70,260 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ આરોપીઓને વધુ તપાસ માટે શહેરકોટડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જવાના રવાના

આ પણ વાંચો: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ક્યારે આવશે મેઘો?