હરિયાણા/ સોનીપતની સ્કૂલમાં મોટી દુર્ઘટના, શાળાની છતનો ભાગ પડવાથી 27 બાળકો ઘાયલ

શાળાની છત વિદ્યાર્થીઓ પર પડી હતી. આ ઘટનામાં 27 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલોને સારવાર માટે પીજીઆઈ રીફર કરવામાં આવ્યા છે….

Top Stories India
શાળાની છત

હરિયાણાના સોનીપતથી એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક શાળાની છત વિદ્યાર્થીઓ પર પડી હતી. આ ઘટનામાં 27 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલોને સારવાર માટે પીજીઆઈ રીફર કરવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની ટીમ તપાસ કરી રહી છે કે છત કેવી રીતે તૂટી પડી.

આ પણ વાંચો :આખરે પીએમ કેયર્સ ફંડના માલિક કોણ છે? હાઈકોર્ટમાં કેન્દ્રના જવાબથી પ્રશ્ન ઊભો થયો

મળતી માહિતી મુજબ આ છત પર માટી કામ કરતા ત્રણ મજૂરો પણ કાટમાળમાં ફસાયાથી ઘાયલ થઈ ગયા છે. ઘટનાની જાણ થતા તુંરત જ રેસ્કયુ મિશન શરૂ કરવામાં આવ્યું અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે, જ્યાંથી સાત બાળકોની પરિસ્થિતિ વધ ગંભીર હોવાને કારણે પીજીઆઈ રોહતક રેફર કરવામાં આવ્યા છે. અચાનક સ્કૂલમાં પણ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો :પેગાસસ જાસૂસી કેસ: સુપ્રીમ કોર્ટ તપાસ માટે ટેકનિકલ નિષ્ણાત સમિતિની રચના કરશે

આ અકસ્માત સોનીપતના ગન્નૌરમાં થયો હતો, જ્યાં ગામ બાય રોડ પર આવેલી શાળાની છત તૂટી પડી હતી. આ અકસ્માતમાં બે ડઝનથી વધુ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્રણ મજૂરો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ વિદ્યાર્થીઓને ગન્નૌરની સામુદાયિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, 5 વિદ્યાર્થીઓની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે, જેમને ખાનપુરમાં પીજીઆઈમાં રિફર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :2028 સુધી હિન્દુ અને મુસ્લિમોની જનસંખ્યા થઇ જશે સમાનઃ દિગ્વિજય સિંહ

દરમિયાન, અકસ્માતની માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. છત કેવી રીતે પડી? આ અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :રાયગંજમાં બસ નેકલમાં ખાબકતાં 6 પરપ્રાંતિય મજૂરોનાં મોત

આ પણ વાંચો :સોનુ સૂદ અમદાવાદના પ્રવાસે, આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે કરી બેઠક