ગુજરાત/ ભાવનગરમાં તંત્રની બેદરકારીથી 25 ગૌવંશનાં મૃત્યુ : ગૌપ્રેમીઓમાં રોષ

હિન્દુ યુવા સંગઠન ભાવનગર દ્વારા આ ઢોરના ડબ્બાના દરવાજા ખોલી ખોલીને આ ગૌવંશને છુટા કરી દેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

Top Stories Gujarat Others
ભાવનગર ગાય

ભાવનગર શહેરમાં ઢોર ડબ્બામાં એક બે નહીં પરંતુ 25 જેટલા ગૌવંશનાં મૃત્યુ થયા છે. આ બાબતથી ગૌપ્રેમીઓ નારાજ થયા છે અને તંત્રની બેદરકારી સામે અનેક સવાલો કરવામાં આવ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ પણ છે કે આમ ગૌવંશનાં મૃત્યુ પાછળ માટે તંત્રની બેજવાબદારી જ જવાબદાર છે.

ભાવનગર ગાય

 

ભાવનગર ગાય

વધુ વિગત અનુસાર ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં અખિલેશ સર્કલ ખાતે  આવેલ મનપાનાં ઢોર ડબ્બા માં રખડતા ગૌવંશને સાચવવામાં આવે છે. હાલ ચોમાસાની ઋતુને લઈને શહેરમાં વરસાદ પડવાથી આ ઢોર ડબ્બામાં કાદવ કીચડ થઈ ગયો છે જેને લીધે અહીં રાખેલ ગૌવંશની તબિયતો લથડી છે અને અહીં રાખવામાં આવેલ ઢોરની હાલત કફોડી બની છે. તંત્ર દ્વારા આ સ્થાનને સ્વચ્છ રાખવામાં આવતું નથી. સ્થાનિકોનાં જણાવ્યા મુજબ રોજ બે થી ત્રણ  ગૌવંશનાં  મૃત્યું પણ થાય છે ત્યારે આ ઢોર ડબ્બામાં  છત પણ નથી અને ગંદકી એટલી છે કે જાણે ગામનો ઉકરડો હોય. આ તકલીફોની વચ્ચે ગાયો અને વાછરડાના અંગો સડી જાય છે અને દરરોજ બે થી ત્રણ ગૌવંશ મૃત્યુ પામે છે. આમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી અને આંખ આડા કાન કર્યા હોય તેમ કશું દેખાતું પણ નથી.

8.1 1 1 ભાવનગરમાં તંત્રની બેદરકારીથી 25 ગૌવંશનાં મૃત્યુ : ગૌપ્રેમીઓમાં રોષ

 

ભાવનગર ગાય

સત્તાધીશો દ્વાર આ જગ્યાએ  યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો હિન્દુ યુવા સંગઠન ભાવનગર  દ્વારા આ ઢોરના ડબ્બાના દરવાજા ખોલી ખોલીને આ ગૌવંશને છુટા કરી દેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. જો ગાયો અને વાછરડાને છૂટા કરાય તો તમામ જવાબદારી મહાનગર સેવાસદનનાં  પદાધિકારીઓ અને અધિકારીઓની જ રહેશે તેવું પણ હિન્દુ યુવા સંગઠન ભાવનગરનાં સભ્યોએ જણાવ્યું હતું. ઉપરાંત ભાવનગર જીવદયા પ્રેમી દ્વારા  જવાબદાર અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તે માટે માગ ઉઠી છે.

આ પણ વાંચો : ભારે વરસાદનાં કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ કરાઇ રદ