Not Set/ વિદેશી મહિલા પર બળાત્કારનાં આરોપી પોલીસકર્મીઓ પર 25 હજારનું ઇનામ જાહેર

એક તરફ સરકાર નારી સુરક્ષા મામલે મોટી મોટી જાહેરાતો કરી રહી છે અને સાથે સાથે વિદેશમાં પર્યટન વ્યવસાયને વેગ આપવા PM ખુદ પોતાનાં 15મા ઓગસ્ટનાં લાલ કિલ્લાથી કરવામાં આવેલા રાષ્ટ્ર જોગ સંબોધનમાં ભાર આપી રહ્યા છે. ત્યારે પોલીસ કે જેની આમ જનતા અને “અતિથિ દેવો ભવ” ની પરંપરાવાળા દેશમાં અતિથિનું રક્ષણ કરવાની જવાબદારી છે, તે […]

India
forien women વિદેશી મહિલા પર બળાત્કારનાં આરોપી પોલીસકર્મીઓ પર 25 હજારનું ઇનામ જાહેર
એક તરફ સરકાર નારી સુરક્ષા મામલે મોટી મોટી જાહેરાતો કરી રહી છે અને સાથે સાથે વિદેશમાં પર્યટન વ્યવસાયને વેગ આપવા PM ખુદ પોતાનાં 15મા ઓગસ્ટનાં લાલ કિલ્લાથી કરવામાં આવેલા રાષ્ટ્ર જોગ સંબોધનમાં ભાર આપી રહ્યા છે. ત્યારે પોલીસ કે જેની આમ જનતા અને “અતિથિ દેવો ભવ” ની પરંપરાવાળા દેશમાં અતિથિનું રક્ષણ કરવાની જવાબદારી છે, તે જ દેશ અને પોલીસની આબરુનાં લીરે લીરા ઉડાળી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

SSPએ વિદેશી મહિલા પર બળાત્કાર ગુજારવાના આરોપી પોલીસ કર્મચારીઓ પર પ્રત્યેક(બે) 25 હજારનું ઇનામ જાહેર કર્યું છે. પોલીસ તેમની શોધમાં સંભવિત સ્થળો પર સતત દરોડા પાડી રહી છે. અત્યાર સુધી બંને આરોપી પોલીસકર્મી, પોલીસની પકડથી દૂર છે.

વાત જાણે એમ છે કે, 6 સપ્ટેમ્બરે વિદેશી મહિલાએ બે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો. તેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આગ્રામાં ફરજપ્રસ્ત કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર ગિરી અને આકાશ પવારે તેમની સાથે દુષ્કર્મ કર્યું હતું. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 31 ઓગસ્ટે આકાશે કોતવાલી વિસ્તારમાં ગેસ્ટ હાઉસ પર બોલાવીને વિદેશી મહિલા પર  દુષ્કર્મ કર્યું હતું. અને  જો તેનો વિરોધ કરવામાં આવશે, તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપે હતી.

પોલીસે અહેવાલ નોંધ્યા બાદ આરોપીઓની શોધમાં સંભવિત સ્થળો પર દરોડા પાડ્યા હતા, પરંતુ તેઓ હજી પણ પોલીસથી દૂર છે. ભૂતકાળમાં બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મથુરા પોલીસની બે ટીમો આગ્રા, શામલી, મેરઠ, બુલંદશહેર, નોઈડા અને દિલ્હીમાં વિવિધ સ્થળો પર તલાશ કરી રહી છે.

હજી સુધી તેને પોલીસ પકડવામાં સફળ રહી નથી. ત્યારે એસએસપી શાલભ માથુરે રવિવારે બંને પોલીસ કર્મીનાં માથે ઈનામ જાહેર કર્યું છે. એસએસપીએ જણાવ્યું કે, વિદેશી મહિલા સાથે દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે, તે કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર અને આકાશ પર 25-25 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. તેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે, પોલીસ ટીમો સતત તપાસ અને પોલીસ સમક્ષ હાજર થવા દબાણ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન