Covid-19/ વિશ્વમાં કોરોનાનાં 26.84 કરોડ કેસ, ભારતમાં સ્થિતિ કાબુમાં

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં 8 હજારથી વધુ કેસ નોંધાયા છે. નવા કેસની પુષ્ટિ થયા પછી, સંક્રમિતોની કુલ સંખ્યા 3,46,74,744 પર પહોંચી ગઈ છે.

Top Stories Trending
કોવિડ-19

વૈશ્વિક કોરોના વાયરસનાં કેસ વધીને 26.84 કરોડ થઈ ગયા છે. અત્યાર સુધીમાં આ મહામારીનાં કારણે 52.8 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 8.32 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો – વધુ એક મુસિબત / તૈયાર રહો વધુ એક ઝટકા માટે, આવતા વર્ષથી હોસ્પિટલમાં સારવાર કરાવવી પડી શકે છે મોંઘી

શુક્રવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો કે વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુઆંક અને રસીકરણની સંખ્યા વધીને 268,484,455, 5,286,786 અને 8,324,131,954 થઈ ગઈ છે. CSSE અનુસાર, અમેરિકા કોરોનાનાં કેસ અને મૃત્યુની સંખ્યા 49,660,358 અને 794,647 સાથે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. વળી બીજી તરફ ભારતની વાત કરીએ તો અહી કોરોનાનો આંક ઉતાર-ચઢાવ પર બની રહ્યો છે. કોરોનાનાં કેસમાં ભારત બીજા નંબરે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે, જ્યાં કોરોના સંક્રમણનાં 34,666,241 કેસ છે જ્યારે 474,111 લોકોનાં મોત થયા છે, ત્યારબાદ બ્રાઝિલમાં કોરોના સંક્રમણનાં 22,177,091 કેસ છે જ્યારે 616,457 લોકો મૃત્યુ પામ્યા છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં 8 હજારથી વધુ કેસ નોંધાયા છે. નવા કેસની પુષ્ટિ થયા પછી, સંક્રમિતોની કુલ સંખ્યા 3,46,74,744 પર પહોંચી ગઈ છે. વળી, આ સમયગાળા દરમિયાન 7678 દર્દીઓ સ્વસ્થ થયા છે અને 624 લોકોનાં કોરોનાને કારણે મોત થયા છે.

શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 8 હજાર 503 નવા કેસ નોંધાયા છે. 94,943 કેસ સાથે, દેશમાં સક્રિય કેસોની સંખ્યા સતત કેટલાક દિવસોથી એક લાખની નીચે રહી છે. વળી, એક દિવસમાં 7,678 દર્દીઓ સાજા થયા છે.