જાપાન/ પરિણીત ડોક્ટરની સાથે અફેરના કારણે છોડવું પડ્યું દેશની બ્યુટી ક્વીનનું બિરુદ, આ રીતે બહાર આવ્યું સત્ય

મિસ જાપાન જીતનાર 26 વર્ષીય બ્યુટી ક્વીનને લઈને નવો વિવાદ ઉભો થયો છે. વાસ્તવમાં, એક પરિણીત ડોક્ટરની સાથેના તેના અફેરના ઘટસ્ફોટને કારણે શરમનો સામનો કર્યા હતો

Trending World Entertainment
YouTube Thumbnail 54 પરિણીત ડોક્ટરની સાથે અફેરના કારણે છોડવું પડ્યું દેશની બ્યુટી ક્વીનનું બિરુદ, આ રીતે બહાર આવ્યું સત્ય

મિસ જાપાન જીતનાર 26 વર્ષીય બ્યુટી ક્વીનને લઈને નવો વિવાદ ઉભો થયો છે. વાસ્તવમાં, એક પરિણીત ડોક્ટરની સાથેના તેના અફેરના ઘટસ્ફોટને કારણે શરમનો સામનો કર્યા હતો તે બાદ, તેણે તેનું ખિતાબ પરત કર્યું છે. એક અહેવાલ અનુસાર, એક સ્થાનિક મેગેઝીને આ બાબતનો પર્દાફાશ કર્યો છે, ત્યારબાદ આ સમગ્ર વિવાદ ઉભો થયો હતો.

બ્યુટી ક્વીનનો યુક્રેનમાં જન્મ થયેલો પરંતુ જાપાનની નાગરિકતા ધરાવતી આ 26 વર્ષની મોડલ કેરોલિના શિનોએ મિસ જાપાન 2024 જીત્યા બાદ ખિતાબ પરત કર્યો હતો. ધ જાપાન ટાઈમ્સના જણાવ્યા અનુસાર, શુકન બુનશુન નામના માસિક સામયિકમાં તાકુમા મેડા, એક પરિણીત ડોક્ટર સાથેના તેના સંબંધ વિશેનો લેખ પ્રકાશિત થયો હતો. તેમજ શરૂઆતમાં, આયોજકોએ શિનોનો બચાવ કર્યો અને દાવો કર્યો કે તે તેના લગ્નથી અજાણ હતી. જો કે, પાછળથી, એવું બહાર આવ્યું કે તેના લગ્ન વિશે જાણતા હોવા છતાં તેણે તેને ડેટ કરી રહી હતી અને તેની સાથે દગો કરવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.

મોડલે તેના કૃત્યો માટે ઈન્સ્ટાગ્રામ પર જાહેરમાં માફી પણ માગી હતી. તે જાપાનીઝમાં લખે છે, “માયદાની  પત્ની, કુટુંબજનો અને તેમાં સામેલ દરેકને થયેલી અસુવિધા માટે હું દિલથી ક્ષમા માગુ છું. મેં અગાઉના દિવસે મારી એજન્સીને જે સમજાવ્યું હતું તેમાં કેટલીક અસંગતતાઓ હતી. મૂંઝવણ અને ડરને કારણે સત્ય કહેવાનું અશક્ય બન્યું હતું. ખરેખર મને તે દરેક માટે ખરાબ લાગે છે, જેણે મને આ ખિતાબ જીતાડ્યો અને મેં તેમની સાથે દગો કર્યો. હું આ પરિસ્થિતિને ગંભીરતાથી લઉં છું અને મેં મિસ જાપાન ગ્રાન્ડ પ્રિકસ પાછી આપી છે

નોંધનીય છે કે શિનોનો જન્મ યુક્રેનમાં થયો હતો, ત્યારબાદ પાંચ વર્ષની ઉંમરે તે તેની માતા સાથે જાપાન ગઈ હતી. જ્યાં તેની માતાએ બીજા લગ્ન કર્યા હતા. શિનોએ 22 જાન્યુઆરીના દિવસે મિસ જાપાન સ્પર્ધામાં આ ખિતાબ જીત્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગજબ/50 વર્ષના આ વ્યક્તિએ ઘડ્યું જબરદસ્ત કાવતરું, પત્નીને છોડી નાબાલિગ સાથે કરવા હતા લગ્ન, કર્યું એવું કે…..

આ પણ વાંચો:Hemant Soren/હેમંત સોરેને ધરપકડને પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડીને વિધાનસભામાં કર્યો કટાક્ષ, કહ્યું કે…

આ પણ વાંચો:Karnataka/કર્ણાટક : ખાણ અને ભૂસ્તર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતિમાની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, પોલીસે ચાર્જશીટ દાખલ કરી