અમદાવાદ/ ધંધુકામાં 28 વર્ષીય યુવકનું વીજ કરંટથી મોત : ઘરની પાસેનો થાંભલો દૂર કરવાની તંત્રની બેદરકારી

સ્થાનિકોએ વીજ કંપનીને ઝડપથી વીજ પોલ મકાનથી દુર ખસેડે તેવી પણ માંગ કરી છે.

Ahmedabad Gujarat
10.1 5 ધંધુકામાં 28 વર્ષીય યુવકનું વીજ કરંટથી મોત : ઘરની પાસેનો થાંભલો દૂર કરવાની તંત્રની બેદરકારી

ધંધુકાની દત્તાત્રેય નગર સોસાયટીમાં યુવકને ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ધંધુકા ૧૦૮ મારફતે RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આજ રોજ સવારનાં સમયે ઘરમાં પાણી ભરવા માટે મોટર ચાલુ કરતા સમયે ઇલેક્ટ્રિક મોટરથી કરંટ લાગતા ૨૮ વર્ષિય યુવકનું મોત થયું હતું.

ધંધુકા દત્તાત્રેય નગરમાં રહેતા નરેશભાઇ ડાયાભાઇ ભરવાડને વીજકરંટ લાગતા મૃત્યુ થયુ હતું.  મૃતક યુવક નર્મદા વિભાગમાં રોજમદાર ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. યુવકને 2 વર્ષ અને 4 વર્ષની બે દીકરીઓ છે. મૃતક તેના પરિવારનો એક માત્ર  દીકરો હતો. આ કરુણ ઘટના જ્યાં ઘટી તે ઘરને અડીને જ વીજપોલ આવેલો છે. વીજ કંપનીનો આ થાંભલો મૃતકના ઘરને અડી ને જ આવેલો છે. વારંવારની રજુઆત છતાં વીજ કંપની થાંભલો દૂર લેતી નથી તેવો સ્થાનિકોનો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે ઘરના ધાબા પરથી પસાર થતા જીવતા વીજ વાયરો મોટી દુર્ઘટના સર્જશે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. તો ધંધુકા

આ પણ વાંચો : સફેદ ડ્રેસમાં ઈશા ગુપ્તાએ શેર કરી બોલ્ડ તકસવીરો, કાતિલ અદાઓથી ફેન્સ થયા ઘાયલ