Not Set/ અભિપ્રાય પછી લઇ લેજો, પહેલાં રોગચાળા પર કાબુ મેળવો : રાજકોટની જનતા

રાજકોટમાં રોગચાળાએ આતંક મચાવ્યો છે. વરસાદની જેમ વરસી રહેલા રોગચાળાને પગલે ઘરે ઘરે માંદગીના ખાટલા ખડકાયા છે. સરકારી જ નહિ ખાનગી દવાખાનાઓ પણ ઉભરાઈ ગયા છે. તો આરોગ્ય વિભાગ કાગળ ઉપર કાર્યવાહી કરતું હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે. શહેર કોંગ્રેસ અગ્રણીઓએ અને વિપક્ષી નેતાએ પત્રકાર પરિષદ કરી ને આરોપીની હારમાળા સર્જી દીધી છે. […]

Top Stories Gujarat Rajkot
jaynti Ravi અભિપ્રાય પછી લઇ લેજો, પહેલાં રોગચાળા પર કાબુ મેળવો : રાજકોટની જનતા

રાજકોટમાં રોગચાળાએ આતંક મચાવ્યો છે. વરસાદની જેમ વરસી રહેલા રોગચાળાને પગલે ઘરે ઘરે માંદગીના ખાટલા ખડકાયા છે. સરકારી જ નહિ ખાનગી દવાખાનાઓ પણ ઉભરાઈ ગયા છે. તો આરોગ્ય વિભાગ કાગળ ઉપર કાર્યવાહી કરતું હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે. શહેર કોંગ્રેસ અગ્રણીઓએ અને વિપક્ષી નેતાએ પત્રકાર પરિષદ કરી ને આરોપીની હારમાળા સર્જી દીધી છે.

રાજકોટમાં રોગચાળો વકર્યોની સાથે સાથે વિરોધ પક્ષ આકરા પાણીએ જોવા મળતા તંત્ર સફાળુ જાગ્યું છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી, ગુજરાતનાં ચીફ આરોગ્ય કમિશનર જ્યંતિ રવિ અચાનક જ રાજકોટની મુલાકાતે પહોંચી ગયા હતા. રાજકોટની મુલાકાતે આવેલા જ્યંતિ રવિએ રાજકોટમાં મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.  તો સાથે સાથે જ્યંતિ રવિ દ્વારા રાજકોટનાં આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. રાજકોટમાં મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોએ ભરડો લીધો છે.  જેને લઈને આરોગ્ય કમિશનર જ્યંતિ રવિએ રાજકોટ સિવિલ અને મેડિકલ કોલેજની મુલાકાત બાદ પત્રકાર પરિષદ પણ  યોજી હતી.

પત્રકાર પરિષદમાં રાજ્યનાં મુખ્ય આરોગ્ય સચિવ દ્વારા જણાવવમાં આવ્યું કે, જ્યારે રાજકોટ શહેરમાં રોગચાળાનો પ્રકોપ યથાવત  જોવામાં આવી રહ્યો છે ત્યારે તેઓ દ્વારા આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને પરિસ્થિતિની સમીક્ષાની સાથે સાથે આગળનાં પગલા વિશે ચર્ચા કરવામાં આવી છે. રવિ દ્વારા વધુંમાં જણાવવામાં આવ્યું કે તેઓ દ્વારા મેડિકલ કોલેજ અને  સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાની સાથે સાથે મેડિકલ સુપ્રિટેન્ડેન્ટની સાથે પણ મુલાકાત કરવામાં આવી હતી.

રિવ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા સરકારી સિવિલ હોસ્પીટલની સેવા મામલે દર્દી અને દર્દીના સાગાઓ સાથે વાત કરી સર્વે પણ કરવામાં આવશે, અને માલુમ કરવામાં આવશે કે સિવિલ હોસ્પીટલમાં તબિબ સેવાનું સ્તર કેવું છે. આરોગ્ય કમિશ્નર જ્યંતિ રવિ દ્વારા જણાવવામાં આવ્યું કે, “હોસ્પિટલની સેવાઓ અંગે દર્દીઓના અભિપ્રાય લેવાશે”

આમ જ્યારે શહેરમાં રોગચાળાનો અજગરી ભરડો જોવામાં આવી રહ્યા છે.ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવતી આભિપ્રાયની વાત સરાહનીય છે, પરંતુ હાલ તો લોકો દ્વારા આરોગ્ય મામલે સરકાર અને સિવિલ સત્તાવાળા કાઇક ઠોસ પગલા ભરે તેવી માંગણી ઉઠી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.