Not Set/ વાપી/ જૂની અદાવતમાં યુવક પર હુમલો કરવા મામલે 3 ની ધરપકડ

વાપીમાં જૂની અદાવતમાં એક યુવક પર હુમલો કરાયો હતો.  વાપીની એક હોટેલ નજીક ઉભેલ યુવક પર હુમલો કરવામા આવ્યો હતો. જેમાં પોલીસ એ 3 આરોપીની ધરપકડ કરી છે. યુવકને લાકડા અને લાતો મારી ઘાયલ કરી યુવકો ફરાર થઈ ગયા હતા. ઘાયલ યુવકને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામા આવ્યો. મારમારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી .સીસીટીવીના […]

Gujarat Others

વાપીમાં જૂની અદાવતમાં એક યુવક પર હુમલો કરાયો હતો.  વાપીની એક હોટેલ નજીક ઉભેલ યુવક પર હુમલો કરવામા આવ્યો હતો. જેમાં પોલીસ એ 3 આરોપીની ધરપકડ કરી છે. યુવકને લાકડા અને લાતો મારી ઘાયલ કરી યુવકો ફરાર થઈ ગયા હતા. ઘાયલ યુવકને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામા આવ્યો. મારમારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી .સીસીટીવીના આધારે આગળની તપાસ હાથ ધરવામા આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વાપી ડુંગરામાં રહેતો ઇસરાઉલ શેખ બુધવારે રાત્રે જીઆઇડીસી પ્લાઝા હોટલની પાસે કામ સબબ ઉભો હતો. તે દરમિયાન ચાર લોકો તેની પાસે આવ્યા હતા, અને બિભત્સ ગાળો આપ્યા બાદ ઉશ્કેરાઇને ચારેય ભેગા મળીને ઇસરાઉલને લાકડાથી માર મારતા તેને પગમાં ગંભીર ઇજા થઇ હતી. આજુબાજુના લોકો ત્યાં દોડી આવતા ચારેય ઇસમો ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

ઇસરાઉલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે પગમાં ફ્રેક્ચર હોવાનું જણાવ્યું હતું. જે અંગે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે મોડી સાંજે આરોપી રહેમાન ઉર્ફે સલમાન ઉર્ફે ઇંતેજાર અજમલ શેખ, હસ્નૈન શેખ અને શાહનવાઝ અઝમેરી શેખની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય એક આરોપી જુમ્મન શેખ હજુ પણ ફરાર હોવાથી તેને પકડવાની તજવીજ હાથ ધરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.