Presidential Medal/ ગુજરાતના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ એવોર્ડ, 12 પોલીસ અધિકારીઓને પોલીસ મેડલ,ગણતંત્રના દિવસે થશે સન્માનિત

કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસની પૂર્વ એ વિવિધ કેન્દ્રીય અને રાજ્ય પોલીસ દળોના કર્મચારીઓને 901  સેવા ચંદ્રકો આપવાની જાહેરાત કરી હતી

Top Stories Gujarat
  • રાષ્ટ્રપતિ મેડલની કરાઈ જાહેરાત
  • ગુજરાત ના બે પોલીસ અધિકારીઓને પ્રેસિડન્ટ મેડલ
  • 12 અધિકારીઓને પોલીસ મેડલ એનાયત
  • કેન્દ્રીય ગૃહ મંત્રાલયે યાદી કરી જાહેર
  • રાષ્ટ્રપતિ મેડલ માટે બે અધિકારીની પસંદગી
  • ADGP અનુપમસિંહ ગેહલોતને મળશે એવોર્ડ
  • ATSના DSP કે કે પટેલને એનાયત થશે એવોર્ડ
  • પ્રજાસત્તાક દિન પૂર્વે મેડલની જાહેરાત કરાઈ

Presidential Medal:    કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસની પૂર્વ એ વિવિધ કેન્દ્રીય અને રાજ્ય પોલીસ દળોના કર્મચારીઓને 901  સેવા ચંદ્રકો આપવાની જાહેરાત કરી હતી. આ મેડલમાં ગુજરાતના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે. જયારે રાજ્યના 12 અધિકારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. કેન્દ્ર ગૃહમંત્રાલયે આની જાહેરાત કરી છે. ગુજરાતના રાષ્ટ્રપતિ એવાર્ડ માટે રાજ્યના એડીજીપી અનુપમસિંહ ગેહલોત અને એટીએસના ડીએસપી કે.કે. પટેલની પસંદગી કરવામાં આવી છે. આ જાહેરાત પ્રજાસત્તાક પૂર્વે આની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે (Presidential Medal)  કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસની પૂર્વ એ વિવિધ કેન્દ્રીય અને રાજ્ય પોલીસ દળોના કર્મચારીઓને 901  સેવા ચંદ્રકો આપવાની જાહેરાત કરી હતી. જેમાં વીરતા માટે આપવામાં આવેલા 140 મેડલનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જવાનોની યાદી જાહેર કરી જેમને વીરતા માટે પોલીસ મેડલ, વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને મેરીટોરીયસ સર્વિસ માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે કુલ 901 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી (PMG) 140 જવાનોને, 93ને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPM) અને 668ને મેરીટોરીયસ સર્વિસ (PM) માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે શૌર્ય પુરસ્કાર મેળવનાર (Presidential Medal) કર્મીઓમાં 48 CRPF, મહારાષ્ટ્રના 31, J&K પોલીસના 25, ઝારખંડના 9, દિલ્હી, છત્તીસગઢ અને BSFના 7-7 અને બાકીના અન્ય રાજ્યો/UTs અને CAPFના જવાનો સામેલ છે

Police Medal/ દેશના 901 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ આપવામાં આવશે, 26 જાન્યુઆરીએ સન્માન કરવામાં આવશે

Bloomberg Billionaires Index/ વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી હવે આ સ્થાન પર,મુકેશ અંબાણી ટોપ ટેનમાંથી બહાર

Mobile Ban In Ambaji Temple/ સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં મોબાઇલ પર પ્રતિબંધ, ફોટોગ્રાફી કરતા પકડાશે તો કાર્યવાહી થશે