Savarkundla News/ સાવરકુંડલામાં APMCના ડાયરેક્ટર અંકુર રામાણીની આત્મહત્યા

સાવરકુંડલામાં APMCના ડાયરેક્ટર અંકુર રામાણીએ (Ankur Ramani) મંગળવારે 29મી એપ્રિલના  સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ (Suicide) જીવનનો અંત આણ્યો હતો.

Gujarat Others Breaking News

Savarkundla News: સાવરકુંડલામાં APMCના ડાયરેક્ટર અંકુર રામાણીએ (Ankur Ramani) મંગળવારે 29મી એપ્રિલના  સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ (Suicide) જીવનનો અંત આણ્યો હતો. તેના કારણે ચકચાર મચી ગઈ છે. કૌટુંબિક બાબતના કારણે તેમણે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવે છે. આમ એપીએમસી (APMC) ના ડિરેક્ટરની આત્મહત્યાથી આખી મંડી સ્તબ્ધ થઈ ગઈ છે.

આત્મહત્યા કરનારા મૃતક અંકુર રામાણીની સુસાઈડ નોટ પણ મળી આવી છેો. હાલ પોલીસ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે. આ કિસ્સામાં જોઈએ તો પ્રાપ્ત માહિતી અનુસાર સાવરકુંડલાના પિયાવા ગામના 32 વર્ષીય APMC ડાયરેક્ટર અંકુર રામાણીએ આજે ​​સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસ તપાસ દરમિયાન અંકુર રામાણીએ આત્મહત્યા કરતા પહેલા લખેલી સુસાઈડ નોટ મળી આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતક અંકુર રામાણી તેની પત્નીના સંબંધી સાથેના પ્રેમ સંબંધને કારણે તણાવમાં હતો. મૃતક અંકુરને ચાર બહેનો અને એક જ ભાઈ હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના બાદ સાવરકુંડલા એપીએમસી દ્વારા આવતીકાલે એપીએમસીનું કામકાજ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે અને સમયાંતરે વિવિધ કારણોસર જીવનનો અંત લાવવાના બનાવો પ્રકાશમાં આવતા રહે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં બાયડની વિદ્યાર્થીનીની આત્મહત્યાથી ચકચાર

આ પણ વાંચો: અમદાવાદમાં NHL મેડિકલ કોલેજમાં MBBS વિદ્યાર્થીની આત્મહત્યા, હોસ્ટેલના રૂમમાંથી મળી લાશ

આ પણ વાંચો: હું જઈ રહી છું, તને પ્રેમ કરું છું…’, માતાએ ઠપકો આપ્યા બાદ 16 વર્ષની વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા