Maharashtra News: મુંબઈના (Mumbai) લોઅર પરેલમાં ટાઈમ્સ ટાવરની (Times Tower) સાત માળની કોમર્શિયલ ઈમારતમાં (Commercial building) આજે સવારે ભીષણ આગ (Fire) લાગી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કમલા મિલ પરિસરમાં સવારે 6.30 વાગ્યે આગ લાગી હતી. જેમાંથી 3 મજૂરોના મોત નીપજ્યા છે, જ્યારે ત્રણ મજૂરોની હાલત નાજુક છે અને તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતનું કારણ નિર્માણાધીન SRA બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડ્યો હોવાથી દુર્ઘટના સર્જાઈ છે. દિંડોશી પોલીસે BNSની કલમ 106 (1) અને 125 (A) 125 (B) હેઠળ 5 લોકો સામે કેસ નોંધ્યો છે.

ફાયર બ્રિગેડે આગને લેવલ-2 એટલે કે મુખ્ય આગ તરીકે વર્ગીકૃત કરી છે અને 9 ફાયર એન્જિન અને અન્ય અગ્નિશામક વાહનોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. આ પહેલા 29 ડિસેમ્બર 2017ના રોજ કમલા મિલ સંકુલમાં ભીષણ આગ લાગી હતી. આગ લગભગ 12:30 વાગ્યે 1Above નામના પબમાંથી શરૂ થઈ હતી અને મોજો બિસ્ટ્રો રેસ્ટોરન્ટમાં ફેલાઈ હતી, જેમાં 14 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ મામલામાં મુંબઈ પોલીસે કુલ 14 લોકો સામે કેસ નોંધ્યો હતો, જેમાં રેસ્ટોરન્ટ માલિકો, BMCના અધિકારીઓ અને મિલ માલિકોનો સમાવેશ થાય છે.
10 નવેમ્બર, 2020 ના રોજ, મુંબઈ સેશન્સ કોર્ટે કમલા મિલ સંકુલના માલિકો રમેશ ગોવાની અને રવિ ભંડારીને આ ઘટનામાં આરોપોમાંથી મુક્ત કર્યા હતા. તાજેતરમાં, 26 ફેબ્રુઆરીએ મુંબઈના સાંતાક્રુઝ વેસ્ટમાં એક કોમર્શિયલ સેન્ટર બિલ્ડિંગમાં આગ લાગી હતી, જેમાં 37 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

જો કે આ વર્ષે રાજધાની દિલ્હીમાં પણ આગની અનેક ભયાનક ઘટનાઓ જોવા મળી છે . નરેલામાં લાગેલી આગમાં ત્રણ લોકોના મોત થયા હતા. તેવી જ રીતે અન્ય ઘણા વિસ્તારોમાં પણ આવી જ આગની ઘટનાઓ જોવા મળી છે. તે કેસોમાં એક મહત્વની બાબત પ્રકાશમાં આવી છે કે ફાયર બ્રિગેડ માટે બચાવ કામગીરી કરવી ખૂબ જ મુશ્કેલ છે. સાંકડી શેરીઓના કારણે ફાયર બ્રિગેડની ગાડીઓ ક્યારેક અંદર જઈ શકતી નથી, જેના કારણે આગ ઓલવવામાં વધુ સમય લાગે છે.
આ પણ વાંચો:મુંબઈના સાત માળની ઈમારત ટાઈમ્સ ટાવરમાં લાગી ભીષણ આગ, દુર્ઘટનાનું કારણ અકબંધ
આ પણ વાંચો:મહારાષ્ટ્રના મુંબઈમાં બસ અકસ્માતમાં નવ લોકો ઘાયલ
આ પણ વાંચો:મુંબઈમાં મોટી દુર્ઘટના, 20મા માળેથી 6 મજૂરો નીચે પટકાયા, ચારના મોત
