Not Set/ ત્રણ રાફેલ વિમાન, ભારતને સોંપવામાં આવ્યા : કેન્દ્ર સરકાર

ભારત સરકારે બુધવારે કહ્યું કે ત્રણ રાફેલ ફાઇટર જેટ ભારતીય વાયુ સેનાને સોંપી  દેવામાં આવ્યા છે. અને તેનો ઉપયોગ ફ્રાન્સમાં ભારતીય હવાઈ દળના પાઇલટ્સ અને તકનીકીઓને તાલીમ આપવા માટે કરવામાં આવી રહ્યો છે. સપ્ટેમ્બર 2016માં, ભારત અને ફ્રાન્સ વચ્ચે 36 રાફેલ વિમાન માટે 7.87 અબજ યુરો અથવા આશરે 59,000 કરોડનાં કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. […]

India
rafel plane ત્રણ રાફેલ વિમાન, ભારતને સોંપવામાં આવ્યા : કેન્દ્ર સરકાર

ભારત સરકારે બુધવારે કહ્યું કે ત્રણ રાફેલ ફાઇટર જેટ ભારતીય વાયુ સેનાને સોંપી  દેવામાં આવ્યા છે. અને તેનો ઉપયોગ ફ્રાન્સમાં ભારતીય હવાઈ દળના પાઇલટ્સ અને તકનીકીઓને તાલીમ આપવા માટે કરવામાં આવી રહ્યો છે.

સપ્ટેમ્બર 2016માં, ભારત અને ફ્રાન્સ વચ્ચે 36 રાફેલ વિમાન માટે 7.87 અબજ યુરો અથવા આશરે 59,000 કરોડનાં કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પ્રથમ રફેલ વિમાન 8 ઓક્ટોબરના રોજ ભારતને સોંપવામાં આવ્યું હતું. જ્યારે 4 રાફેલ વિમાનોની પ્રથમ ખેપ 2020 મે સુધીમાં ભારત આવશે.

સરકારનાં જણાવ્યા પ્રમાણે વઘુ 3 રાફેલ ફાઇટર જેટ ભારતને સોંપવામાં આવ્યા છે. જે હાલ ફ્રાન્સ ખાતે વાયુદળના પાઇલો અને ટેક્નિકલ સ્ટાફની ટ્રેનીંગમાં સામેલ કરાયા છે. લોકસભામાં કેન્દ્ર સરકાર તરફથી રક્ષા રાજ્યમંત્રી શ્રીપદ નાઇકે માહિતી આપી છે કે ફ્રાન્સે ભારતને 3 વિમાન રાફેલ સોંપી દીધા છે અને ભારતીય વાયુસેના તેનું પ્રશિક્ષણ કરી રહી છે, પાયલોટ દ્વારા તેની ટેકનીકલ ટ્રેનિંગ થઇ રહી છે, અગાઉ રક્ષામંત્રી રાજનાથસિંહ ફ્રાન્સના એરબેઝ પર પહોંચ્યાં હતા અને પૂજા કરીને વિમાનની ડિલિવરી મેળવી હતી.

અત્યઆધુનિક રાફેલ વિમાનોની ખરીદીને લઇને ભારતે ફ્રાન્સ સાથે 36 વિમાનોની 59 હજાર કરોડ રૂપિયાની ડીલ કરી છે અને તે અલગ અલગ સમયે ભારતને સોંપવામાં આવશે, આ વિમાનો પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મનોને જવાબ આપવા સજ્જ છે, રાતના સમયે પણ ટાર્ગેટ પર નિશાન સાધવા અને પરમાણું મિસાઇલથી સજ્જ રાફેલને પહેલા પાકિસ્તાન સરહદ પર તૈનાત કરવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.