cm kejriwal/ લો બોલો…CM કેજરીવાલની દીકરી સાથે 34,000ની છેતરપિંડી

ઘણી વખત એવી ઘટનાઓ ઘટતી હોય છે કે એ સાંભળીને આપણને આશ્ચર્ય થાય છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતા સાથે એક વ્યક્તિએ 34,000 રૂપિયાની છેતરપિંડી કરી છે.

Top Stories
1

ઘણી વખત એવી ઘટનાઓ ઘટતી હોય છે કે એ સાંભળીને આપણને આશ્ચર્ય થાય છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતા સાથે એક વ્યક્તિએ 34,000 રૂપિયાની છેતરપિંડી કરી છે. હર્ષિતાએ એક ઈ-કૉમર્સ પ્લેટફોર્મ પર સોફાના વેચાણ માટે જાણકારી આપી હતી અને એ વ્યક્તિએ ખુદને ખરીદદાર ગણાવીને છેતરપિંડી કરી હતી.હર્ષિતાએ એ વ્યક્તિને ફરિયાદ કરી તો તેણે કહ્યું કે, ભૂલથી થયું છે. ફરી આવી પ્રોસેસ કરવા પર હર્ષિતાના ખાતામાંથી 14,000 રૂપિયા કપાઈ ગયા હતા.

Ahemdabad / બાવળામાં રહેતા 65 વર્ષના NRI એકાએક ગુમ થયા બાદ કાર સાથે મળ્યો મૃતદેહ

સૂચના મળ્યા બાદ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો અંતર્ગત ઉત્તરીય જિલ્લાના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન માં એક એફઆઈઆર નોંધવામાં આવી હતી.પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મળેલી ફરિયાદના આધાર પર અમે આઈપીસી સંબંધિત કલમો અંતર્ગત એક એફઆઈઆર નોંધી છે. તપાસ શરૂ કરવામાં આવી છે અને અમે આરોપીને શોધી રહ્યા છીએ.

Ahemdabad / બાવળામાં રહેતા 65 વર્ષના NRI એકાએક ગુમ થયા બાદ કાર સાથે મળ્યો મૃતદેહ

પોલીસના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રીની દીકરીએ એક સોફાના વેચાણ માટે જાહેરાત ઈ-કૉમર્સ સાઇટ પર આપી હતી. વ્યક્તિએ ખુદને ખરીદદારીમાં રસ દર્શાવતા સંપર્ક કર્યો હતો.. એકાઉન્ટ સાચું હોવાના નામ પર તેણે હર્ષિતાના ખાતામાં નાની રકમ ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ વ્યક્તિએ તેને એક ક્યૂઆર કોડ મોકલ્યો અને તેને સ્કેન કરવા કહ્યું જેથી નક્કી કરવામાં આવેલી રકમ તેના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવે, પરંતુ આવું કરવા પર હર્ષિતાના ખાતાથી 20,000 રૂપિયા કપાઈ ગયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…