Not Set/ ઝીંઝુવાડા રણમાં વાછડાદાદા મંદિર કેમ્પમાં 356 અગરિયા દર્દીઓની તપાસ કરવામાં આવી

મોબાઇલ હેલ્થ યુનિટ, તાલુકા હેલ્થ ઓફિસ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઝીંઝુવાડાના સંયુક્ત ઉપક્રમે ઝીંઝુવાડા રણમાં આવેલી ઐતિહાસિક વાછડાદાદાની જગ્યામાં સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ

Gujarat

મોબાઇલ હેલ્થ યુનિટ, તાલુકા હેલ્થ ઓફિસ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઝીંઝુવાડાના સંયુક્ત ઉપક્રમે ઝીંઝુવાડા રણમાં આવેલી ઐતિહાસિક વાછડાદાદાની જગ્યામાં સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બાળ રોગ, સ્ત્રી રોગ, ચામડી રોગ, આંખ અને હાડકાના રોગના મળીને કુલ 356 દર્દીઓને રણમાં જ વિનામૂલ્યે તપાસ અને સારવાર કરવામાં આવી હતી.

ઝીંઝુવાડા રણમાં આવેલા વાછડાદાદા મંદિરમાં મોબાઇલ હેલ્થ યુનિટ, તાલુકા હેલ્થ ઓફિસ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઝીંઝુવાડાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પમાં ફીઝીશીયનના 72 કેસ, ઓર્થોપેડિકના 39 કેસ, બાળરોગના 42 કેસ, ચામડી રોગના 87 કેસ, સ્ત્રી રોગના 36 કેસ, RBSK- 42, એનસીડી 29, કોવીડ રસીકરણ 9 મળીને કુલ 356 દર્દીઓની રણ બેઠા વિવિધ રોગોના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સારવાર કરવામાં આવી હતી.

આ ઉપરાંત સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પમાં 42 લોકોના લેબ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમજ આઇઇસી એક્ટિવીટી કરવામાં આવી હતી. આ પ્રસંગે દસાડા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રકાશભાઇ ડોડીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.ગોપાલ કોળી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ઝીંઝુવાડાના ડો.પીન્ટુ ભુત તેમજ RBSK અને અન્ય આરોગ્ય કર્મચારીએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વાછડાદાદા મંદિર ટ્રસ્ટ, અગરિયા હિત રક્ષક મંચ અને ગણતર સંસ્થાનો પણ સારો સાથ સહકાર મળ્યો હતો.