Covid-19/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 37,875 નવા કેસ, પોઝિટિવિટી રેટ 3 ટકાથી નીચે

ત્રીજી લહેરની આશંકા વચ્ચે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 37,875 નવા કેસ નોંધાયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં કેસ 40 હજારની અંદર આવી રહ્યા છે.

Top Stories India

દેશમાં કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. ત્રીજી લહેરની આશંકા વચ્ચે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 37,875 નવા કેસ નોંધાયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં કેસ 40 હજારની અંદર આવી રહ્યા છે, જેને રાહતની વાત માનવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચો – Golden Opportunity /  MSME એકમોને હવે એમેઝોન સાથે મળીને વર્લ્ડ માર્કેટમાં પહોચવાની મળશે તક : CM  વિજય રૂપાણી

આપને જણાવી દઇએ કે, ગયા અઠવાડિયે જ્યારે કોરોના કેસોની સંખ્યા 40 હજારને વટાવી ગઈ, ત્યારે દરેકની ચિંતા એક વખત ફરી વધી ગઈ હતી. હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા પણ ઘટીને 4 લાખ થઈ ગઈ છે. હવે દેશમાં કોરોનાનાં સક્રિય કેસોની કુલ સંખ્યા 3,91,256 પર પહોંચી ગઈ છે. દેશમાં હાલમાં સક્રિય કેસ સાથે કુલ કેસોનાં માત્ર 1.18 % કેસ છે. છેલ્લા 24 કલાકમાં 39,114 લોકો કોરોનાથી ઠીક થયા છે. સારી બાબત એ છે કે દરરોજ ચેપગ્રસ્ત લોકો કરતા કોરોનામાંથી વધુ લોકો ઠીક થઈ રહ્યા છે. ભારતમાં કોરોનાનો રિકવરી રેટ 97.48 % છે. કોરોનાને હરાવ્યા બાદ અત્યાર સુધીમાં કુલ 3,22,64,051 લોકો ઠીક થયા છે. વળી, દેશનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ છેલ્લા 75 દિવસથી 3 ટકાથી નીચે રહ્યો છે. અહીં સાપ્તાહિક દર 2.49% છે. આ સિવાય, દૈનિક પોઝિટિવિટી રેટ પણ 3 ટકાથી નીચે છે, જે 2.49% છે. સરકાર સતત લોકોને યોગ્ય રીતે વર્તવા અને વાયરસથી બચવા માટે કોરોનાની રસી મેળવવા વિનંતી કરી રહી છે.

આ પણ વાંચો – New Record / આ સાઇકલિસ્ટે 8 દિવસમાં કાશ્મીરથી કન્યાકુમારીનું અંતર કાપી Guinness Book માં નોંધાવ્યું નામ

આ પણ વાંચો – અફઘાનિસ્તાન સંકટ / તાબિલાનનાં ચીન સાથે કેવા રહેશે સંબંધ, જાણો અમેરિકન રાષ્ટ્રપતિએ શું કહ્યુ?

ભારતમાં ઝડપથી ચાલતી કોરોના રસીકરણ હેઠળ અત્યાર સુધીમાં કુલ 70.75 કરોડ કોરોના રસીઓ આપવામાં આવી છે. વળી, કોરોના વાયરસની ઓળખ માટે કોરોના ટેસ્ટિંગ પણ સતત કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 53.49 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.