Not Set/ રાજ્યમાં હજુ છે 4 દિવસની ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં સવારથી જ ઝરમર-ઝરમર

આગામી દિવસોમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું પ્રભુત્વ યથાવત્ રહે તેવી પૂરી સંભાવના છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરેલી છે. હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. બીજી ઓક્ટોબર બાદ વરસાદનું જોર ઘટે તેવી સંભાવના છે. નવરાત્રીમાં વરસાદી વિઘ્ન […]

Top Stories Gujarat Others
rain રાજ્યમાં હજુ છે 4 દિવસની ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં સવારથી જ ઝરમર-ઝરમર

આગામી દિવસોમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું પ્રભુત્વ યથાવત્ રહે તેવી પૂરી સંભાવના છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરેલી છે. હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. બીજી ઓક્ટોબર બાદ વરસાદનું જોર ઘટે તેવી સંભાવના છે.

નવરાત્રીમાં વરસાદી વિઘ્ન ખેલૈયાઓની મજા બગાડશે. હવામાન વિભાગની આગાહી મુજબ બીજી ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે,  આગામી 4 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે જેથી વરસાદ યથાવત્ રહેશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 129 ટકા વરસાદ નોંધાયો છે.

અમદાવાદ શહેરમાં 31.61 ઈંચ સાથે મોસમનો સરેરાશ 101.27% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. અમદાવાદ શહેરમાં માત્ર સપ્ટેમ્બરમાં જ 10.23 ઈંચ વરસાદ નોંધાયો છે. જે છેલ્લા 10 વર્ષમાં અમદાવાદ શહેરમાં સપ્ટેમ્બરમાં નોંધાયેલો સૌથી વધુ વરસાદ છે. અમદાવાદ શહેરમાં જૂનમાં 4.29, જુલાઇમાં 8.07 ઓગસ્ટમાં 21.37 ઈંચ વરસાદ નોંધાયો હતો. 1989થી 2018 એમ 30 વર્ષની સરેરાશને આધારે અમદાવાદ શહેરમાં સામાન્ય રીતે 31.22 ઈંચ વરસાદ પડતો હોય છે. ત્યરે શનિવાર સવારથી જ અમદાવાદમાં ઝરમર-ઝરમર જોવામાં આવી રહ્યો છે વરસાદ મોહોલ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.