Not Set/ કરોડો દેશવાસીઓના રોષના વિરોધમાં લસ્સી પીધી કાશ્મીરી વિદ્યાર્થીનીઓએ,થઇ ગઇ સસપેન્ડ

જોધપુર, પુલવામામાં થયેલા ત્રાસવાદી હુમલા પછી દેશભરમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ પર તવાઇ આવી રહી છે.રાજસ્થાનની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ(નીમ્સ)ની ચાર કાશ્મીરી વિદ્યાર્થીનીઓને સસપેન્ડ કરી દેવામાં આવી છે. નિમ્સ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર ચાર કાશ્મીરી વિદ્યાર્થીઓએ પુલવામાંની ઘટનાના સમર્થને આપતાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં લસ્સીના ગ્લાસ જોવા મળતા હતા અને નીચે કેપ્શનમાં લખ્યું […]

Top Stories India Trending
yr 5 કરોડો દેશવાસીઓના રોષના વિરોધમાં લસ્સી પીધી કાશ્મીરી વિદ્યાર્થીનીઓએ,થઇ ગઇ સસપેન્ડ

જોધપુર,

પુલવામામાં થયેલા ત્રાસવાદી હુમલા પછી દેશભરમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ પર તવાઇ આવી રહી છે.રાજસ્થાનની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ(નીમ્સ)ની ચાર કાશ્મીરી વિદ્યાર્થીનીઓને સસપેન્ડ કરી દેવામાં આવી છે. નિમ્સ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર ચાર કાશ્મીરી વિદ્યાર્થીઓએ પુલવામાંની ઘટનાના સમર્થને આપતાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી.

આ પોસ્ટમાં લસ્સીના ગ્લાસ જોવા મળતા હતા અને નીચે કેપ્શનમાં લખ્યું હતું કે બહાર ચાલી રહેલાં વિરોધનો અમારો જવાબ..આ કેપ્શન દ્રારા વિદ્યાર્થીનીઓ એવું કહેવા માંગતી હતી કે પુલવામાના હુમલા પર દેશ જે વિરોધ કરી રહેલ છે તેનો જવાબ તેઓ લસ્સી પીને આપી રહી છે.

જો કે વિદ્યાર્થીનીઓની આ પોસ્ટ વોટ્સ એપ પર પણ ફરતી થઇ હતી અને એ પછી યુનિવર્સિટીની જ અનેક સ્ટુડન્ટનો રોષ તેમના પર ભભુકી ઉઠ્યો હતો.યુનિવર્સિટીના સત્તાધીશોએ ચારેયને તાત્કાલિક અસરથી સસપેન્ડ કરી દીધી છે.આ ચારેય વિદ્યાર્થીનીઓની ઓળખ તલવીન મંઝુર,ઇકરા,ઝોહરા નઝીર અને ઉસ્મા નઝીર તરીકે થઇ છે.

52846281 578721755957538 5796381635255468032 n.jpg? nc cat=105& nc eui2=AeFo0oFy8dwdXac8X2tMEtUdHUNNA69ZsYQkucxuY9hElofEraNIr3rGj3E5Zl4uYycmGRw3Gq2U5f0hmS HLJ5h vaUX12KmAY uVAx 2vzWA& nc ht=scontent.fdel1 4 કરોડો દેશવાસીઓના રોષના વિરોધમાં લસ્સી પીધી કાશ્મીરી વિદ્યાર્થીનીઓએ,થઇ ગઇ સસપેન્ડ

નીમ્સ હોસ્ટેલના વોર્ડન સુશીલ છેતરી કહે છે કે શનિવારે સવારે આ પોસ્ટ અમારી સામે આવી હતી એ પછી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ઘણો ઉહોપોહ કર્યો હતો.

યુનિવર્સિટી કેમ્પસમાં સ્ટુડન્ટના રોષ પછી સત્તાધીશોએ પોલિસને જાણ કરી હતી.જો કે આ દરમિયાન ચારેય વિદ્યાર્થીનીઓ કેમ્પસ છોડીને નીકળી ગઇ હતી.

જો કે સત્તાધીશોએ ચારેય સામે પોલિસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.