Not Set/ કુંભ મેળો ૨૦૧૯: હેલીપોર્ટ માટે બનાવેલી બિલ્ડીંગ ધરાશાયી, કોઈ જાનહાનિ નહી

ઉત્તર પદેશમાં યોગી સરકાર હેઠળ પ્રયાગરાજમાં જોર-શોરથી કુંભ મેળાની તૈયારીઓ ચાલી રહી છે.  આ મેળામાં એક દુર્ઘટના બની હોવાના સમાચાર આવ્યા છે. મેળામાં એક હેલીપોર્ટ બનાવવા માટે એક બિલ્ડીંગ બનાવવાનું કામ ચાલુ હતું. બુધવારે મોડી રાત્રે અચાનક આ બિલ્ડીંગ કોઈ કારણોસર પડી ગયું હતું. બિલ્ડીંગ અચાનક પડી જતા ભાગદોડ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૨ […]

Top Stories India Trending
pri કુંભ મેળો ૨૦૧૯: હેલીપોર્ટ માટે બનાવેલી બિલ્ડીંગ ધરાશાયી, કોઈ જાનહાનિ નહી

ઉત્તર પદેશમાં યોગી સરકાર હેઠળ પ્રયાગરાજમાં જોર-શોરથી કુંભ મેળાની તૈયારીઓ ચાલી રહી છે.  આ મેળામાં એક દુર્ઘટના બની હોવાના સમાચાર આવ્યા છે. મેળામાં એક હેલીપોર્ટ બનાવવા માટે એક બિલ્ડીંગ બનાવવાનું કામ ચાલુ હતું.

બુધવારે મોડી રાત્રે અચાનક આ બિલ્ડીંગ કોઈ કારણોસર પડી ગયું હતું. બિલ્ડીંગ અચાનક પડી જતા ભાગદોડ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૨ મજૂર ફસાઈ ગયા હતા જેમને સુરક્ષાબળોએ બચાવી લીધા હતા. જો કે હજુ સુધી કોઈ જાનહાનિ સમાચાર પણ આવ્યા નથી.

તમને જણાવી દઈએ કે માત્ર મેળા માટે જ ૨૫૦ કિલોમીટર લાંબો રોડ બનાવવામાં આવ્યો છે અને કુલ ૨૨ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ તૈયારીઓ સાથે પ્રયાગરાજ દુનિયાભરનું સૌથી મોટું અસ્થાયી શહેર બની ગયું છે. કરોડો શ્રદ્ધાળુને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવામાં આવી રહી છે.

વર્ષ ૨૦૧૯નું કુંભના મેળાના આયોજન માટે ૨૮૦૦ કરોડ રૂપિયાના બજેટનો પ્લાન કરવામાં આવ્યો છે.  વર્ષ ૨૦૧૩ દરમ્યાન કુંભના આયોજન માટે ૧૨૧૪ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.