અકસ્માત/ ભાવનગરના નવાબંદર રોડ પર કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 લોકોના ઘટનાસ્થળે મોત

ભાવનગર શહેરની નજીક આવેલ નવાબંદર રોડ આજે વહેલી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો  જેમાં ચાર લોકોના સ્થળ પર મોત નિપજ્યા છે.

Top Stories Gujarat
2 ભાવનગરના નવાબંદર રોડ પર કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 લોકોના ઘટનાસ્થળે મોત

રાજ્યમાં ટ્રાફિકના નિયમો નેવે મૂકીને વાહન ચાલકો  વાહનો હંકારતા હોય છે જેના લીધે અનેક અકસ્માત સર્જાતા હોય છે, ઓવરસ્પીડના લીધે  પણ અકસ્માત વધુ સર્જાતા હોય છે. ભાવનગર શહેરની નજીક આવેલ નવાબંદર રોડ આજે વહેલી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો  જેમાં ચાર લોકોના સ્થળ પર મોત નિપજ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર શહેરના નવાબંદર રોડ પર આજે વહેલી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે ધડાકાભેર અકસ્માતની દુર્ઘટના સર્જાઇ છે. સ્વીફટકારમાં રહેલા સવાર ચાર લોકોના સ્થળ પર નિપજ્યા હતા બનાવને લઈ 108 અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયા છે.આ અક્સમાત એટલો ગમખ્વાર હતો કે કાર અને ડમ્પર અથડાતા દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો, આજુબાજુના લોકો સત્વરે મદદ માટે દોડી આવ્યા હતા. પોલીસ પણ વહેલી તકે ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ કારમાં સવાર ચાર લોકોના   ફસાયેલા મૃતદેહને  બહાર કાઢવાનીલ કામગીરી ચાલુ છે.