Jamnagar News/ જામનગરમાં યુવાન પર 4 શખ્સોએ લોખંડના પાઈપથી જીવલેણ હુમલો કર્યો, CCTVમાં સામે આવી ઘટના

પત્ની પર ખરાબ નજર નાખનાર એક યુવાન પર 4 શખ્સો લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે ગંભીર રીતે મારમારીને ઈજાઓ પહોંચાડીને ઘાયલ કરાયો છે.

Top Stories Gujarat Others Breaking News

જામનગરના યુવાન પર 4 શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરી ઇજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. યુવકને ઢોરમાર મારતી આ ઘટના રુવાડા ઉભા કરતાં CCTV પણ સામે આવ્યા છે. આ મામલે 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. યુવકની પત્નીને ફેઝલ હેરાન કરતો હતો આ ઘટના અંગે મળતી માહિતી મુજબ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા એક યુવકની પત્નીને ફૈઝલ નામનો શખ્સ ફોન-મેસેજ કરીને હેરાન-પરેશાન કરતો હતો. આ બાબતે યુવકે આવું ન કરવા ફેઝલને ઘણી વાર સમજાવ્યો હતો. જોકે ફેઝલ સુધરવાનું નામ નહોતો લેતો.

4 શખ્સોએ યુવક સાથે બોલાચાલી કરી આમ ફેઝલ અવાર નવાર યુવકની પત્નીને હેરાન કરતો હતો અને બંને વચ્ચે નાનીમોટી બોલચાલ થતી હતી. આ દરમિયાન 2 દિવસ અગાઉ આ યુવક ઉભો હતો ત્યારે ફેઝલ ખેરાણી, કાસમ ખેરાણી, મોહસીન ખેરાણી અને અકરમ ખેરાણી નામના 4 શખ્સો આવ્યા હતા અને યુવક જોડે ઉગ્ર બોલાચાલી કરી હતી. મામલો ઉગ્ર બનતા લોખંડના પાઇપ લઇ તૂટી પડ્યા આ બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બનતા આ ચારેય શખ્સો યુવક પર ધોકા-લાકડી અને લોખંડની પાઇપો લઇને તૂટી પડ્યા હતા અને ગણતરીની મિનિટોમાં ઢોરમાર મારીને અધમુવો કરી દીધો હતો.

આ દરમિયાન સ્થાનિકોએ વચ્ચે પડીને યુવકને છોડાવ્યો હતો અને હોસ્પિટલ ખસેડ્યો હતો. મારામારીની આ ઘટના સીસીટીવી કેમરામાં પણ કેદ થયો છે. આ બાદ યુવકે હોસ્પિટલના બિછાનેથી આ ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરમાં પરિવાર અપહરણ કેસઃ 4 આરોપીઓની ધરપકડ, બંધક પરિવારને મુક્ત કરાયો

આ પણ વાંચો: નવા વાઇરસ સામે જામનગર નું આરોગ્ય તંત્ર સજ્જ થયું, તબીબી અધિક્ષક નાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

આ પણ વાંચો: જામનગરના કાલાવડમાં પ્રેમલગ્ન કરવા પડ્યાં મોંઘા! યુવક સહિત બહેન-બનેવીનું કરાયું અપહરણ